પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડાબરની ત્રણ પેટાકંપનીઓ સામે અમેરિકા અને કેનેડામાં અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગ્રાહકોનો આરોપ છે કે કંપનીની હેર પ્રોડક્ટ્સને કારણે અંડાશય અને ગર્ભાશયનું કેન્સર થાય છે. આ પેટાકંપનીઓમાં નમસ્તે લેબોરેટરીઝ એલએલસી (“નમસ્તે”), ડર્મોવિવા સ્કિન એસેન્શિયલ્સ (“ડર્મોવિવા”) અને ડાબર ઇન્ટરનેશનલ (“DINTL”)નો સમાવેશ થાય છે. ત્રણેય કંપનીઓ તમામ ડાબર ઇન્ડિયા લિમિટેડની પેટાકંપનીઓ છે. જોકે કંપનીએ જણાવ્યું હતું કે આ દાવા “અપ્રમાણિત અને અપૂર્ણ” અભ્યાસ પર આધારિત છે.

ડાબર ઇન્ડિયાએ બુધવારે ભારતના શેરબજારોમાં આ નિયમનકારી માહિતી આપી હતી. ડાબર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેની પેટાકંપનીઓ સામે યુ.એસ. અને કેનેડામાં ગ્રાહકો દાવો માંડ્યો છે. ગ્રાહકોનો આરોપ છે કે હેર રિલેક્સર પ્રોડક્ટ્સના ઉપયોગથી અંડાશયનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ છે. હાલમાં આ કેસ પ્લીડીંગ અને મુકદ્દમાના પ્રારંભિકમાં તબક્કામાં છે.

કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપનીએ જણાવ્યું હતું કે તેની પેટાકંપનીઓ સહિતની કેટલીક કંપનીઓ સામેના લગભગ 5,400 કેસોને ઇલિનોઇસમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ મલ્ટિ ડિસ્ટ્રિક્ટ લિટિગેશન તરીકે એકીકૃત કરવામાં આવ્યા છે. આ એકમોએ જવાબદારીનો ઇનકાર કર્યો છે અને તેમનો બચાવ કરવા માટે વકીલો રાખ્યાં છે.

વાટિકા શેમ્પૂ અને હોનિટસ કફ સિરપ બ્રાન્ડ્સનું વેચાણ કરતી ડાબર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે   આ તબક્કે સમાધાન અથવા ચુકાદાના પરિણામને કારણે નાણાકીય સૂચિતાર્થ નક્કી થઈ શકે તેમ નથી, પરંતુ બચાવનો ખર્ચ નજીકના ભવિષ્યમાં મોટો રહેવાની ધારણા છે.

LEAVE A REPLY