(Photo by Christopher Furlong/Getty Images)

બ્રિટનમાં તા. 4 મેના રોજ થનારી સ્થાનિક ચૂંટણીમાં લેસ્ટરના મેયર પદ માટે ભારતીય મૂળના બે ગુજરાતી ઉમેદવારો કન્ઝર્વેટીવ પાર્ટીના નોર્થ એવિન્ગટનના કાઉન્સિલર અને બિઝનેસમેન સંજય મોઢવડિયા અને પૂર્વ લેબર કાઉન્સિલર રીટા પટેલ એકબીજા સામે ટકરાશે.

લેસ્ટરની છબિને વિશ્વસનીય બનાવવા માટે મોઢવાડિયા પોતાના પ્રચારમાં લેસ્ટરને એક બ્રાન્ડ તરીકે રજૂ કરી રહ્યા છે. તો બીજી તરફ રીટા પટેલે એક નવી શરૂઆત કરવાનું વચન આપ્યું છે. બન્ને નેતાઓએ જો તેઓ મેયર બનશે તો તેમનું પ્રથમ કાર્ય આ લોર્ડ મેયરના પદને સમાપ્ત કરવાનું રહેશે એવું વચન આપ્યું છે.

વર્તમાન મેયર અને લેબર પાર્ટીના નેતા સર પિટર સોલસ્બીએ ગયા મહિને એક કોન્ફરન્સમાં છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલા ચાર કાઉન્સિલરો પૈકીના એક રીટા પટેલ પક્ષમાંથી નીકળી ગયા તે માટે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

મોઢવાડિયા 12 વર્ષથી કાઉન્સિલર તરીકે સેવા આપે છે.

LEAVE A REPLY