લેસ્ટર અને લોફબરોની યુનિવર્સિટીઓના રીસર્ચર્સે યુકેના 18 થી 40 વર્ષની વયના 77 પુખ્ત વયના લોકોનો અભ્યાસ સૂચવે છે કે સાંજના સમયે ફેક્ટ્સ શીખવાથી તે યાદ રાખવામાં મદદ મળે છે અને સૂતા પહેલા ગણિતનો અભ્યાસ કરવાથી ઊંઘમાં પણ તમે આપોઆપ તે શીખી લો છો. આજ રીતે સૂવાના સમય પહેલાંના સમયે કરાતી ટાઇમ ટેબલ્સ – ઘડીયાનું ઝડપી વાંચન બાળકોને તે યાદ રાખવામાં મદદ કરી શકે છે.
ઘેટાંની ગણતરી અને તેને લગતા ટેબલ્સ તમને રાત્રે ઊંઘવામાં મદદ કરી શકે છે, પરંતુ સૂવાના સમય પહેલાં વધુ જટિલ દાખલાઓની પ્રેક્ટિસ કરવાથી તમારી ગણિતની કુશળતામાં સુધારો થઈ શકે છે. 26, 29 અથવા 33નું ટાઇમ ટેબલ શીખવું અઘરૂ છે. રોયલ સોસાયટી ઓપન સાયન્સ જર્નલમાં આ અભ્યાસ પ્રકાશિત થયો હતો.