ભારતની આઝાદીના 75 વર્ષના રાષ્ટ્રીય પર્વ નિમિતે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રો, યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન,અને મુસ્લિમ દેશોના વડાએ ભારતને સ્વતંત્રતાને શુભેચ્છા પાઠવી હતી.
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઇન્ડિયન અમેરિકાના સમુદાયે અમેરિકાને મજબૂત રાષ્ટ્ર બનાવવામાં મદદ કરી છે. આવનારા દિવસોમાં વૈશ્વિક પડકારોનો સામનો સાથે મળીને કરીશું.
રશિયાના પ્રેસિડન્ટ પુતિને ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ભારતને વૈશ્વિક મંચ ઉપર પ્રતિષ્ઠા મળી છે અને આંતરરાષ્ટ્રીય એજન્ડામાં દબાણ હોય તેવા મુદ્દાને ઉકેલવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને શુભકામના આપતાં જણાવ્યું હતું કે, પ્રિય નરેન્દ્ર મોદી, ભારતના પ્રિય લોકો, આપ સૌને 75મા સ્વતંત્ર્યતા દિવસની શુભકામના. તમે હંમેશાં ફ્રાન્સ પર ભરોસો કરી શકો છો.
યુકેના વડાપ્રધાન જોન્સે જણાવ્યું હતું કે આ વર્ષે ભારતની તેમની યાત્રા દરમિયાન ભારત અને યુકે વચ્ચે લોકો વચ્ચેના સંપર્કનો જીવંત બ્રિજ જોવા મળ્યો હતો.
ભારતને આઝાદી દિવસની શુભકામનાઓ આપતા સંદેશા ઈસ્લામિક દેશોએ મોકલ્યા હતા. આ ઈરાનની એક યુવતી ત્યાંના વાદ્ય પર ભારતનું રાષ્ટ્રગાન વગાડી રહી છે, તેવો શુભેચ્છા સંદેશ આપ્યો હતો.સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદે ભારતને શુભકામના આપી અને રાષ્ટ્રપતિના સારા આરોગ્યની શુભકામનાઓ આપી હતા.