લેસ્ટરશાયર પોલીસ દ્વારા શનિવાર ૨૦ નવેમ્બરના રોજ “ડોમેસ્ટિક એબ્યુઝ અવેરનેસ” અંગે લેસ્ટરના શ્રી લોહાણા સમાજ ટીલડા હોલ ખાતે શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે નોર્થ વેસ્ટ લંડનના હેરો સ્થિત ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના સંસ્થાપક શ્રી રાજ રાજેશ્વેર ગુરૂજી અને ઓલ પાર્ટી પાલૉમેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ હિન્દુઝના ચેરમેન અને હેરો ઈસ્ટના એમપી પદ્મશ્રી બોબ બ્લેકમેન ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રંસગે છેલ્લા ૨૫ વર્ષથી લંડનમાં આધ્યામિક પ્રવૃત્તિની સાથે સામાજિક સેવા કરી રહેલા અને છેલ્લા ૭ વર્ષથી લેસ્ટરના ભક્તો અને પોલીસના સહયોગી બનેલા પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરૂજીનું લેસ્ટરના પોલીસ ચીફ સુપ્રિટેન્ડન્ટ શેન ઓ’નીલ દ્વારા સન્માન કરાયું હતું.
એમપી શ્રી બોબ બ્લેકમેન દ્વારા લેસ્ટરશાયરના પોલીસ ચીફ સુપ્રિટેન્ડન્ટ શેન ઓ’નીલ, ચીફ પોલીસ ઇન્સ્પેક્ટર કામ મિસ્ત્રી, PCSO શ્રી રણજિત સોનેગ્રા, ન્યુઝ મીડિયા એડિટર શ્રી દિપક જોશી અને “ડોમેસ્ટિક અબ્યુઝ અવેરનેસ ક્ષેત્રે ખુબ જ કામ કરનાર શ્રી રામ મંદિર, લેસ્ટરના પ્રમુખ શ્રી ચેતન અમલાનીનું એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લોહાણા મહાજન, લેસ્ટર સિટી કાઉન્સીલ અને પોલીસ વિભાગના સભ્યોએ અથાક મહેનત કરી હતી. આ પ્રસંગે લેસ્ટરના અનેક કાઉન્સીલરો, સમાજના અગ્રણીઓ અને બહેનોનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.