(istockphoto.com)

કેન્દ્ર સરકારે નાણાભીડનો સામનો કરી રહેલી તમિલનાડુ સ્થિત ખાનગી બેન્ક લક્ષ્મી વિલાસ બેન્કને મંગળવારે મોરેટોરિયમ હેઠળ મૂકી છે અને બેન્કમાંથી ઉપાડ પર મહત્તમ 25,000 રૂપિયાની મર્યાદા લાદી છે, એમ નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

જોકે મેડિકલ સારવાર, ઉચ્ચ શિક્ષણની ફીના પેમેન્ટ અને લગ્નના ખર્ચ માટે રિઝર્વ બેન્કની મંજૂરી સાથે થાપણદારો વધુ રકમ ઉપાડી શકશે.આ વર્ષના સપ્ટેમ્બરે રિઝર્વ બેન્કે નાણાકીય કટોકટીમાં સપડાયેલી આ બેન્ક માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. બેન્કને તાકીદે ભંડોળની જરૂર છે અને છેલ્લાં એક વર્ષથી ખરીદદાર શોધી રહી છે. 2019માં બેન્ક માટે નાણાકીય મુશ્કેલીનો પ્રારંભ થયો હતો. તે સમયે રિઝર્વ બેન્કે ઇન્ડિયા હાઉસિંગ ફાઇનાન્સ સાથે તેના મર્જરની દરખાસ્તને ફગાવી દીધી હતી.