ભારતના સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરે 28 સપ્ટેમ્બર 2021 પોતાના 92મા જન્મદિવસની સાદાઈથી ઉજવણી કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને ફોન કરીને તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદી લતા મંગેશકરના ખુબ જ મોટા પ્રશંસક છે. 1929માં ઈન્દોરમાં જન્મેલા લતાજીએ 1940માં ગીત ગાવાની શરૂઆત કરી હતી.
લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે ‘ભારત રત્ન’થી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત તેમને દાદાસાહેબ ફાળકે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના ઢગલાબંધ સન્માન પ્રાપ્ત થયાં છે. લતા મંગેશકરે 7 દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં તેમનું યોગદાન આપ્યું છે.
લતા મંગેશકર 36 પ્રાદેશિક ભાષાઓમાં 30 હજારથી વધી ગીતો ગાઈ ચૂક્યા છે.
લતાનો અવાજ જ તેમની ઓળખ છે, જેની પાછળ દુનિયા પણ પાગલ છે. ગાયકીમાં આગળ વધવા માંગતા દરેક વ્યક્તિ માટે લતા મંગેશકર માત્ર આદર્શ જ નહીં પરંતુ પૂજનીય છે. લતા દીદીએ માત્ર 13 વર્ષની ઊંમરમાં જ જીવનનું પ્રથમ ગીત ગાયું હતું. લતા દીદીની ગીત ગાવાની સફર એટલે સુધી આગળ વધી શકી કે, તેમણે અત્યાર સુધીમાં 25000 કરતાં પણ વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.