અમેરિકામાં કોરોના વાયરસનાં કેન્દ્ર બનેલા ન્યૂયોર્કમાં 24 કલાક દરમિયાન 731 લોકોનાં મોત થયા છે, આ એક જ દિવસમાં અમેરિકાનાં કોઇ પણ રાજ્યનો સૌથી મોટો આંકડો છે. અહીં સ્થિતી એવી છે કે શબગૃહોમાં પણ જગ્યા ઓછી પડતા પાર્કમાં અસ્થાઇ રીતે મૃતદેહોને દફનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો હતો, જો કે હવે આ નિર્ણય હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે.
ન્યુયોર્કનાં ગવર્નર એન્ડ્રુ ક્યૂમોએ 731 લોકોનાં મોતની પુષ્ટી થઇ છે, તેમણે કહ્યું ખરાબ સમાચાર એ છે કે ન્યૂયોર્કમાં 5,489 લોકોનાં મોત થયા છે, એક દિવસ પહેલા મોતનો આંકડો 4758 હતો. આ દ્રષ્ટીએ એક જ દિવસમાં મોતનો આ સૌથી મોટો આંક છે, જેમાં 731 લોકોને આપણે ગુમાવ્યા છે, મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું ન્યૂયોર્ક શહેર તેની સાથે લડી રહ્યું છે, આપણો દુશ્મન અદ્રશ્ય છે, તે ખુબ ક્રુર છે, પરંતું શહેર લડી રહ્યું છે.