Lara Dutta's dream came true
(Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

સૌંદર્ય સામ્રાજ્ઞી અને બોલીવૂડ અભિનેત્રી લારા દત્તાનું એક સ્વપ્ન સાકાર થયું છે. તે કહે છે કે ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ અને ગાયિકા રેખા ભારદ્વાજ સાથે નવી વેબ સિરીઝ ‘ચાર્લી ચોપડા એન્ડ ધ મિસ્ટ્રી ઓફ સોલાંગ વેલી‘ માટે કામ કરવાનું સપનું સાચું થયા જેવું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે વિશાલ સર અને રેખાજી–બંને સાથે કામ કરવું એક સપનું સાચું થયા જેવું છે. હું લાંબા સમયથી તેની ઇચ્છા કરી રહી હતી. બંને માટે પ્રેમ, પ્રશંસા અને સન્માન.

પ્રોડ્યુસર અને ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ આ વેબ સિરીઝની સાથે OTT (ઓવર ધ ટોપ)  મંચ પર પદાર્પણ કરી રહ્યા છે. એ અગાથા ક્રિસ્ટીની નવલકથા ‘ધ સિટાફોર્ડ મિસ્ટ્રી’ પર આધારિત છે, જેનું પ્રસારણ OTT મંચ સોની લિવ પર થશે.

આ સીરિઝમાં વામિકા ગબ્બી, પ્રિયાંશુ પેન્યુલી, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા, રત્ના પાઠક શાહ, ગુલશન ગ્રોવર, ચંદન રોય સાન્યાલ અને પાઓલી ડેમ પણ જોવા મળશે. ‘ચાર્લી ચોપડા એન્ડ ધ મિસ્ટ્રી ઓફ સોલાંગ વેલી’ અગાથા ક્રિસ્ટી લિ.ના સહયોગથી પ્રીતિ શાહની ટસ્ક ટેલિફિલ્મ્સ અને વિશાલ ભારદ્વાજ પિક્ચર્સના બેનર હેઠળ બની રહી છે. વિશાલ ભારદ્વાજ આ સિરીઝનું ડાયરેક્શન અને કો-પ્રોડક્શન કરશે. તેઓ અંજુમ રાજાબલિ અને જ્યોત્સ્ના હરિહરનની સાથે સહ-પટકથા લેખકના તરીકે કામ કરશે.

LEAVE A REPLY