બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવને ઘાસચારા કૌભાંડ સંબંધિત ચાયબસા ટ્રેઝરી કેસમાં ઝારખંડની હાઇ કોર્ટે શુક્રવારે જામીન મંજૂર કર્યા હતા, પરંતુ ધુમકા ટ્રેઝરી કેસ હજુ પેન્ડિંગ હોવાથી લાલુ પ્રસાદ જેલમાં જ રહેશે. લાલુ છેલ્લા ઘણા સમયથી જેલમાં છે.
24 જાન્યુઆરી 2018ના રોજ સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં લાલુ યાદવ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રાને દોષી જાહેર કર્યા હતા. કોર્ટે બંને નેતાઓને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.