(Photo by Morgan Harlow/Getty Images)

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ઓલ ઈંગ્લેન્ડ બેટમિન્ટન ચેમ્પિયનશિપ્સમાં તમામ ભારતીય ખેલાડીઓની સ્પર્ધાનો ગયા સપ્તાહે શુક્રવારે જ અંત આવી ગયો હતો. પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેને પ્રી-કવાર્ટરમાં મેજર અપસેટ સર્જ્યા પછી કવાર્ટર ફાઈનલમાં તેનો ચીની હરીફ લી શી ફેંગ સામે સીધી ગેમ્સમાં 1021, 16-21થી પરાજય થયો હતો.

જો કે, લક્ષ્ય અગાઉ વિશ્વના 15માં ક્રમાંકિત ચીની હરીફ સામે બે મુકાબલામાં વિજેતા રહ્યો હતો, પણ શુક્રવારે તેની સામે બરાબર ટક્કર લઈ શક્યો નહોતો. મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી પણ ક્વાર્ટર ફાઈનલમાં ચીની હરીફો – બીજી ક્રમાંકિત લિયુ શેંગ શુ અને ટેન નિંગ સામે 46 મિનિટના સંઘર્ષ પછી સીધી ગેમ્સમાં હારી ગયી હતી.

લક્ષ્ય સેને પ્રી ક્વાર્ટરમાં મેજર અપસેટમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન, ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને ફક્ત 36 મિનિટમાં 21-13, 21-10થી સીધી ગેમ્સમાં હરાવ્યો હતો.
એચ. એસ. પ્રણોય અને પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા તો સાત્વિક સાઈરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને પુરૂષોની ડબલ્સમાં પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ઈજાને કારણે બહાર થવું પડ્યું હતું.

LEAVE A REPLY