સર કેર સ્ટાર્મરે સત્તા સંભાળ્યા બાદ લેબર પાર્ટીના સભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ તેમની આવકમાં વધારો થયો છે. લેબરે ગયા વર્ષની કન્ઝર્વેટિવ્સ પાર્ટીની આવક કરતા કરતા આઠ ગણો વધારો કર્યો છે. સર કેર સ્ટાર્મર ટોરીઝ કરતા £15 મિલિયનની રકમ વધુ લાવ્યા હતા. સર કેર સ્ટાર્મરની પાર્ટીએ ચૂંટણી વર્ષની બહારના વર્ષમાં સૌથી વધુ આવક જાહેર કરી છે.
ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે લેબર પાર્ટીએ ગયા વર્ષે £47.2 મિલિયનની આવક જાહેર કરી હતી, જે ચૂંટણીના વર્ષ સિવાયના વર્ષોની આવક કરતાં સૌથી વધુ છે. જ્યારે તેના ખર્ચની રકમ £44.5 મિલિયન કરતાં વધારે છે. કન્ઝર્વેટિવ્સની આવક £30.7 મિલિયન હતી, પરંતુ તેમણે £33.1 મિલિયન ખર્ચ કરતાં તેમની ખાધ વધી હતી.
ટોરીએ ખર્ચામાં વધારા માટે ગયા વર્ષની લીડરશીપની ગરબડને જવાબદાર ઠેરવી છે. ટોરીઝને ગયા વર્ષે £18.1 મિલિયનનું દાન મળ્યું હતું. જ્યારે લેબરને £10.5 મિલિયન દાન મળ્યું હતું. પાર્ટી કોન્ફરન્સમાંથી ટોરીઝને £6.2 મિલિયન અને લેબરને £4.1 મિલિયન દાન મળ્યું હતું. વર્ષ-દર-વર્ષની સંખ્યામાં 6 ટકાનો ઘટાડો થયો હોવા છતાં, લેબરને ઘણી મોટી રકમ તેના સભ્યપદમાંથી પ્રાપ્ત થઈ છે. લેબર પાર્ટીમાં 2017માં 564,443 સભ્યો હતા અને સ્ટાર્મરે સત્તા સંભાળી ત્યારે 532,046 હતા અને હાલમાં 407,445 સભ્યો છે.
કન્ઝર્વેટિવ્સમાં લગભગ 170,000 સભ્યો હોવાનું માનવામાં આવે છે. ટોરીએ ગયા વર્ષે તેના સભ્યો પાસેથી £2 મિલિયન એકત્ર કર્યા હતા. લિબરલ ડેમોક્રેટ્સની આવક £6 મિલિયન અને સ્કોટિશ નેશનલ પાર્ટીની આવક £4.2 મિલિયન હતી.