- પૂજા શ્રીવાસ્તવ દ્વારા
શબાના મહમૂદ, એમપી, બર્મિંગહામ- લેડીવુડ – નેશનલ કેમ્પેઇન કોઓર્ડીનેટર
2010થી બર્મિંગહામ-લેડીવુડનું પ્રતિનિધિત્વ કરતા પાકિસ્તાની કાશ્મીર મૂળના સાંસદ શબાના મહમૂદને શેડો કેબિનેટમાં પાર્ટીના નેશનલ કેમ્પેઇન કોઓર્ડીનેટર તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ બર્મિંગહામમાં જન્મેલા-ઉછરેલા અને ઑક્સફર્ડની લિંકન કોલેજમાંથી લૉમાં સ્નાતક થયેલા મહેમૂદ સૌ પહેલા મુસ્લિમ અને એશિયન મહિલા એમપી હતાં. તેઓ અગાઉ શેડો હોમ અફેર્સ મિનિસ્ટર, શેડો બિઝનેસ મિનિસ્ટર અને તાજેતરમાં ટ્રેઝરીના શેડો ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ પબ્લિક એકાઉન્ટ કમીટીના સભ્ય તરીકે પણ સેવા આપે છે.
લિસા નાંદી, એમપી, વિગાન – શેડો ફોરેન સેક્રેટરી
2010થી વિગાનના સાંસદ અને એપ્રિલ 2020થી શેડો ફોરેન એન્ડ કોમનવેલ્થ સ્ટેટ સેક્રેટરી લિસા નાંદીનો જન્મ માન્ચેસ્ટરમાં ઇંગ્લીશ માતા અને ભારતીય મૂળના એકેડેમિક પિતાનો ત્યાં થયો હતો. નાંદીના નાના નોર્થ ડોર્સેટ માટે લિબરલ સાંસદ અને લગભગ 20 વર્ષથી હાઉસ ઑફ લોર્ડ્સમાં લિબરલ્સના નેતા હતા.
નંદીએ ન્યૂકાસલ યુનિવર્સિટીમાંથી પોલિટીક્સ અને બર્કબેકથી પબ્લિક પોલીસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. નાંદી તેના મત વિસ્તારની પ્રથમ મહિલા સાંસદ અને પ્રથમ એશિયન મહિલા સાંસદ હતી.
પ્રીત ગિલ, એમપી, બર્મિંગહામ એજબેસ્ટન – શેડો સેક્રેટરી ફોર સ્ટેટ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ
પ્રીત કૌર ગિલ 2017થી બર્મિંગહામ એજબેસ્ટનના પ્રથમ મહિલા બ્રિટિશ શીખ સાંસદ તરીકે સેવા આપે છે. તેમનો જન્મ બર્મિંગહામના એજબેસ્ટનમાં 1960ના દાયકાની શરૂઆતમાં વેસ્ટ મિડલેન્ડ્સ સ્થળાંતર થયેલા દલજીતસિંહ શેરગિલ અને કુલદીપ કૌરને ત્યાં થયો હતો. તેમના પિતા યુકેના પ્રથમ ગુરુદ્વારાના પ્રમુખ હતા અને તેમને ગુરુ નાનક ગુરુદ્વારા, સ્મિથવિકના પ્રમુખ તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ ઇસ્ટ લંડન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. તેણે વેસ્ટ મિડલેન્ડની પોલીસ અને ક્રાઈમ પેનલ પર પણ સેવા આપી હતી.
થનગામ ડેબોનેર, સાંસદ, બ્રિસ્ટોલ વેસ્ટ, હાઉસ ઑફ કૉમન્સના શેડો લીડર
2015થી બ્રિસ્ટોલ વેસ્ટની સાંસદ અને 2016માં સંસ્કૃતિ, મીડિયા અને રમતના શેડો મિનિસ્ટર અને 2020 સુધી ડીપાર્ટમેન્ટ ફોર એક્સીટીંગ ધ ઇયુના શેડો મિનીસ્ટર થનગામ ડેબોનેર એપ્રિલ 2020થી આવાસ અને બેઘર લોકો માટેના માટે શેડો સેક્રેટરી ફોર સ્ટેટ પદ પર રહી હતી. ઇંગ્લિશ માતા અને શ્રીલંકાના તમિળ મૂળના પિતાના સંતાન ડેબોનેરનો જન્મ પીટરબરોમાં થયો હતો. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગણિતની ડિગ્રીનો પ્રથમ તબક્કો પૂરો કર્યો હતો. તે જ સમયે રોયલ કટલેજ ઓફ મ્યુઝિકમાં સેલલિસ્ટ તરીકેની તાલીમ લીધી હતી.
રોઝેના એલિન-ખાન, સાંસદ – ટૂટીંગ – શેડો સેક્રેટરી ફોર ધ સ્ટેટ મેન્ટલ હેલ્થ
સાદિક ખાન લંડનના મેયર બનતા ખાલી પડેલી સાઉથ લંડનના ટૂટીંગની બેઠક પરથી 2016ની પેટા-ચૂંટણીઓ વખતે જીતેલા રોઝેના 2020 થી શેડો સેક્રેટરી ફોર મેન્ટલ હેલ્થ તરીકે સેવા આપે છે. સંગીતકાર માતાપિતાને ત્યાં જન્મેલી રોઝેનાના માતા પોલિશ અને પિતા પાકિસ્તાની મૂળના છે. ડૉ. ખાને યુકે, ગાઝા, ઇઝરાઇલ, આફ્રિકા અને એશિયાની હોસ્પિટલોમાં કામ કર્યું છે. તેઓ વૉન્ડઝવર્થના કાઉન્સિલર અને ડેપ્યુટી લીડર તરીકે સેવા આપી હતી.