લેબર પાર્ટીએ તેની સમગ્ર લેસ્ટર પૂર્વ શાખાને સસ્પેન્ડ કરી તમામ પદાધિકારીઓને “તેમના હોદ્દા અને ફરજોમાંથી મુક્ત કર્યા છે. રાષ્ટ્રીય કાર્યકારી (NEC) મુશ્કેલીગ્રસ્ત મતવિસ્તાર લેબર પાર્ટી (CLP)ની કામગીરીની ચિંતાઓ અંગે તપાસ કરી રહી છે. ટિપ્પણી માટે CLP નો સંપર્ક કરવામાં આવ્યો છે. સસ્પેન્શન શા માટે થયું તેની ખાસ પુષ્ટિ થઈ નથી.
લેસ્ટર ઇસ્ટના વર્તમાન સાંસદ ક્લાઉડિયા વેબને ગયા વર્ષે ઉત્પીડન માટે દોષિત ઠેરવી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
મે મહિનામાં 2023ની સ્થાનિક ચૂંટણીઓ વખતે કેટલાક ભારતીય કાઉન્સિલરોના બળવા બાદ લેસ્ટરમાં લેબર માટે પહેલેથી જ તોફાની વર્ષ રહ્યું છે. લેબરે ચૂંટણી પહેલા 19 કાઉન્સિલરોને હાંકી કાઢ્યા હતા. નાપસંદ કરાયેલા મોટાભાગના વંશીય લઘુમતીઓના હોવાથી ટીકા પણ થઈ હતી. જેને કારણે લેસ્ટર ઇસ્ટમાં 2019માં 53ની સરખામણીમાં 2023ની સ્થાનિક ચૂંટણીઓમાં માત્ર 31 બેઠકો જ મળી હતી.
32 વર્ષ સુધી સાંસદ તરીકે સેવા આપનાર અગાઉના લેબર સાંસદ કીથ વાઝ પુરૂષ વેશ્યાઓ સાથે પકડાયા બાદ અને તેમના માટે ડ્રગ્સ મેળવવાની ઓફર કર્યા પછી સંસદમાંથી નિવૃત્ત થયા હતા.