(Photo by Leon Neal/Getty Images)

લાખો કર્મચારીઓને અયોગ્ય બરતરફી માટે પ્રથમ દિવસથી જ રક્ષણ આપવાની લેબર નેતા સર કેર સ્ટાર્મરની યોજના આખી સિસ્ટમને ડૂબાડી શકે છે એવી વકીલોએ ચેતવણી આપી છે. લેબર પાર્ટી આખી એક પેઢીમાં ન થયા હોય તેવા કામદારોના અધિકારોની સૌથી મોટા સુધારાનું આયોજન કરી રહી છે, જેમાં ઝીરો અવર કોન્ટ્રેક્ટ પરના પ્રતિબંધનો સમાવેશ થાય છે.

સૌથી વિવાદાસ્પદ પગલાં પૈકીનો એક સુધારો એ છે કે રોજગારના પ્રથમ દિવસથી જ કામદારોને અનફેર ડીસમીસલ સામે રક્ષણ આપવામાં આવશે. હાલમાં આ માટેનો દાવો કરવા કર્મચારીને બે વર્ષ માટે નોકરી પર રહેવું જરૂરી છે. સિસ્ટમ પહેલેથી જ બેકલોગથી પીડાય છે ત્યારે સંભવ છે બીજા બહુ દાવાઓ થશે. લેબરે કામદારોના રક્ષણના અમલીકરણની દેખરેખ રાખવા માટે એક સંસ્થાની રજૂઆત કરવાનું વચન આપ્યું છે.

અયોગ્ય બરતરફી જેવા ઘણા કેસો, હજુ પણ એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલ પાસે છે અને કેસના નિકાલ માટે લગભગ 49 અઠવાડિયાની રાહ જોવી પડે છે અને પ્રાથમિક સુનાવણી માટે રાહ જોતા કેસની સંખ્યા 50,000 છે.

લેબર પક્ષના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “કામ કરતા લોકો માટે લેબરની નવી યોજના રોજગાર નિયમોને અપડેટ કરશે જેથી તેઓ ભવિષ્ય માટે યોગ્ય હોય, સમગ્ર અર્થતંત્રમાં સ્ટાન્ડર્ડમાં વધારો કરાશે જેથી કામ કરતા લોકો અને એમ્પ્લોયરોને એકસરખા લાભ મળે.’’

LEAVE A REPLY