ઓર્લાન્ડોના યુનિવર્સલ મોરગેજના જયેશ પટેલના માતુશ્રી કુંજલાતાબેન પટેલનું નિધન

0
671
સ્વ. કુંજલત્તાબેન વી. પટેલ

સ્વ. વી.એમ.પટેલના ધર્મપત્ની અને ઓર્લાન્ડોના યુનિવર્સલ મોરગેજના જયેશ વી. પટેલના માતુશ્રી શ્રીમતી કુંજલાતાબેન વી. પટેલનું તા. 7 જુલાઇ, 2020, મંગળવારે રાત્રે નિધન થયું હતું. તેમના જન્મ વડોદરામાં તા. 23 માર્ચ, 1942ના રોજ થયો હતો. તેમના લગ્ન શ્રી વી.એમ. પટેલ સાથે તા. 18 જાન્યુઆરી, 1966ના રોજ થયા હતા. લગ્ન પછી તેઓ 1967માં લંડન યુ.કે. આવ્યા હતા અને પછી ડિસેમ્બર 1991માં યુ.એસ.એ. સ્થાયી થયા હતા.

કુંજલાતાબેન પુત્ર જયેશ વી.પટેલ, પુત્રી ત્રુષા પટેલ, પુત્ર નીરજ વી.પટેલ, જમાઇ નિરજકુમાર પટેલ અને પૌત્ર રોનક પટેલ, મીશા પટેલ, દીયા પટેલ, આર્ય એન.પટેલ અને સીયા એન. પટેલ સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

કુંજલાતાબેનના અંતિમ સંસ્કાર શનિવાર તા. 11 જુલાઈ, 2020 બપોરે 1-00થી 3-00 વાગ્યા (યુ.એસ.એ. સમય) દરમિયાન DeGusipe Funeral Home, 900 North Orlando Avenue, Maitland, Florida 32751, Tel#: 407-695-2273 ખાતે સંપન્ન થશે.

ફ્યુનરલ વિધિ https://degusipefuneralhome.com/obituaries/kunjalattaben-patel પર લાઇવ જોઇ શકાશે. કુંજલાતાબેનના પુત્ર જયેશ વી.પટેલ યુનિવર્સલ મોરગેજ અને ફાઇનાન્સીયલ કન્સલ્ટેશન્સ ઇન્ક. નામથી ઓર્લાન્ડો, ફ્લોરિડા ખાતે બિઝનેસ ધરાવે છે. સંપર્ક: +1407-467-2022.