મહારાણીને ટીવી શો ‘’ધ કુમાર્સ એટ નંબર 42’’ ખૂબ જ પસંદ હોવાનું અને તેમાં પણ દાદીનું પાત્ર ભજવતા મીરા સ્યાલના ખાસ ચાહક હોવાનું કહેવાય છે. તેઓ દાદીમાના પાત્રમાંથી કેટલાક વન-લાઇનર્સ ડાયલોગ્સ બોલવામાં પણ સક્ષમ હતા”.
‘’ધ કુમાર્સ એટ નંબર 42’’ શો એક યુકેમાં સ્થાયી થયેલા ઇમિગ્રન્ટ બ્રિટિશ ભારતીય પરિવાર પર આધારિત છે. તેને 2001માં પ્રથમ વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ શોમાં મીરા સહ-અભિનેતા અને પતિ સંજીવ ભાસ્કર સાથે જોવા મળે છે.
આ શો સંજીવ કુમાર પર કેન્દ્રિત છે, જે એક મહત્વાકાંક્ષી ચેટ શો હોસ્ટ છે જેનું તેઓ વેમ્બલીમાં આવેલા તેમના ઘરેથી પ્રસારણ કરે છે, પરંતુ તેમના સંબંધીઓ તેમના કામમાં સતત વિક્ષેપ પાડે છે.
બીબીસી રેડિયો 2 પર આવતા ધ જેરેમી વાઈન શોના ભૂતપૂર્વ એડિટર ફિલ જોન્સે વર્ણવ્યું હતું કે 2001માં બકિંગહામ પેલેસ ખાતે એક મીડિયા ફંકશન દરમિયાન મહારાણી સાથેની મુલાકાતમાં તેમણે આ શો વિષે જણાવ્યું હતું. જે વાત તેમણે 21 વર્ષ સુધી વિશિષ્ટ રીતે ગુપ્ત રાખી હતી.
ધ ન્યૂ સ્ટેટ્સમેન માટે લખતા, તેમણે જણાવ્યું હતું કે બીબીસીના એક એક્ઝીક્યુટીવે તેમને કહ્યું હતું કે “પત્રકારોએ મોનાર્ક સાથેની તેમની વાતચીત ક્યારેય જાહેર કરવી જોઈએ નહીં”.
જોન્સે ઉમેર્યું હતું કે “કદાચ રાણી ખરેખર બહુસાંસ્કૃતિકતાને સમર્થન આપે છે.
મુખ્ય પાત્ર ભજવનાર સંજીવ ભાસ્કર, 58એ અગાઉ વર્ણવ્યું હતું કે કેવી રીતે તેણે અને તેની સહ-અભિનેતા અને પત્ની, મીરા સ્યાલે (ઉ.વ. 60)એ રાણી સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે શોના પાત્રો સાથે સારી રીતે પરિચિત હોવાનું જણાવ્યું હતું.