(istockphoto.com)

યુકે સ્થિત ખાદ્યતેલની અગ્રણી સપ્લાયર KTC એડિબલ્સ અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની એન્ડલેસ વચ્ચેના સોદામાં કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ફાઇનાન્સ એડવાઇઝર્સ તરીકે કામ કરતી કંપની ઓગમા પાર્ટનર્સે KTCના શેરહોલ્ડર્સ માટે એક્સક્લૂસિવ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે કામ કર્યું હતું. આ સોદામાં KTCએ તેનો બિઝનેસ એન્ડલેસને વેચ્યો છે.

KTC હાલમાં યુકે અને વિશ્વના મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ અને હોલસેલર્સને વાર્ષિક આશરે 250 મિલિયન લીટર હાઇ ક્વોલિટી કુકિંગ ઓઇલનો સપ્લાય આપે છે. આ ઉપરાંત તે કેન્ડ ગ્રોસરી, કન્ડિમેન્ટ્સ અને સોસ સહિતની પ્રોડક્ટ્સનો સપ્લાય કરે છે.

KTCના શેરહોલ્ડર અને હાલના મેનેજિંગ ડિરેક્ટર પરેશ મહેતા વૃદ્ધિના આગામી તબક્કામાં આ કંપનીનું નેતૃત્વ કરતાં રહેશે. તેમણે જણાવ્યું હતું કે અમે એન્ડલેસના આ રોકાણથી ઊભી થયેલી તક માટે ઉત્સાહિત છીએ તથા અમારી ઝડપી વૃદ્ધિ અને વિકાસને ચાલુ રાખવા આતુર છીએ. હું આવા એક મજબૂત વારસાનું સર્જન કરવા માટે ખેરા ફેમિલીનો આભાર માનું છું.

ઓગમા પોર્ટનર્સની ભૂમિકા અંગે પરેશ મહેતાએ જણાવ્યું હતું કે આ જટિલ વેચાણ પ્રક્રિયાના તમામ પાસાંમાં ઓગમા ટીમે મને અને શેરહોલ્ડર્સને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. ઓગામા પાર્ટનર્સના પાર્ટનર ટીમ ઓવેને જણાવ્યું હતું કે એન્ડલેસને બિઝનેસના વેચાણમાં પરેશ મહેતા અને મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવાથી આનંદ થયો છે. આ અંગે મજબૂત અને જાણકાર નવા માલિક છે તથા પરેશ અને તેમની ટીમને વૃદ્ધિના આગામી તબક્કામાં એક મજબૂત માલિકનો સાથ મળશે.

લંડન સ્થિત ઓગમા પાર્ટનર્સ એક સ્વતંત્ર કોર્પોરેટ ફાઇનાન્સ એડવાઇઝરી કંપની છે, જે યુરોપના ગ્રાહકો પર ફોકસ કંપની કંપનીઓ અને રોકાણકારોને એક્વિઝિશન, ડાઇવેસ્ટમેન્ટ, ભંડોળ એકત્રીકરણ અને સ્ટ્રેટેજિક એડવાઇસ આપે છે. તે આશરે 100 સફળ ડીલ્સનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.