કોલકાતા નાઈટ રાઈડર્સે મંગળવારે ક્વોલિફાયર 1માં સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવીને ચોથી વખત આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વેંકટેશ અય્યર અને કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ક્વોલિફાયર-1 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે રાહુલ ત્રિપાઠીના 55 રનની મદદથી 19.3 ઓવરમાં 159 રન બનાવ્યા હતા, પરંતુ KKRએ 24 બોલમાં શ્રેયસના પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 58 રન અને વેંકટેશ અય્યરના 28 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 58 રન બનાવ્યા હતા અને જીત મેળવી હતી ચાર છગ્ગાની મદદથી 51 રનની અણનમ ઇનિંગની મદદથી 13.4 ઓવરમાં બે વિકેટે 164 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આ રીતે KKR એ ક્વોલિફાયર-1માં અજેય રહેવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો અને IPL 2024ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. હાર છતાં હૈદરાબાદની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર નથી અને તેને ટાઈટલ મેચમાં પ્રવેશવાની વધુ એક તક મળશે.