રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ ગયા સપ્તાહે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોહલીએ સિઝનની ત્રીજી અડધી સદી કરી હતી. આ સાથે કિંગ કોહલી એક જ મેદાન પર સૌથી વધુ ફિફ્ટીના લિસ્ટમાં ટોપર થયો છે. તેણે ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર એલેક્સ હેલ્સને પાછળ પાડી દીથો હતો. કોહલીએ દિલ્હી સામે 34 બોલમાં 50 રનની આધારભૂત ઇનિંગમાં 6 ચોક્કા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
આ સ્ટેડિયમમાં વિરાટ કોહલીનો 50 પ્લસનો આ 25મો સ્કોર હતો. અગાઉ તે હેલ્સની સાથે બરાબરીમાં હતો. હેલ્સે ટ્રેન્ટ બ્રિજ ખાતે 24 ફિફ્ટી નોંધાવી હતી. હવે કોહલીએ તેનાથી આગળ નીકળીને નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.