29 જુલાઈથી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં પાંચ ટી-20 મેચની સીરીઝ રમવાની છે, જેમાં છેલ્લી બે મેચ અમેરિકામાં રમાવાની છે. આ સીરીઝ માટેની ભારતીય ટીમમાં સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની વાપસી થઈ છે, તો ફોર્મમાં નહીં હોવાના કારણે વિરાટ કોહલીને તેમજ યુઝવેન્દ્ર ચહલને આરામ અપાયો છે. ઓપનર શિખર ધવનનો પણ આ ટીમમાં સમાવેશ નથી કરાયો.કે. એલ. રાહુલ તથા કુલદીપ યાદવનો ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે સમાવેશ કરાયો છે.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચન્દ્રન અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ તથા અર્શદીપ સિંઘ.