વિરાટ કોહલીએ એક વધુ શાનદાર રેકોર્ડ દિલ્હી ટેસ્ટમાં પોતાના નામે નોંધાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણે ફોર્મેટમાં મળી કોહલીએ 25,000 રન પુરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનારો તે વિશ્વ ક્રિકેટનો ફક્ત છઠ્ઠો ખેલાડી છે.
દિલ્હી ટેસ્ટની બીજી ઈનિંગમાં 12 રને પહોંચ્યો ત્યારે કોહલીએ આ રેકોર્ડ કર્યો હતો. આ સાથે, તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી સૌથી ઝડપી 25,000 રન કરવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ભારત તરફથી કોહલી અને સચિન જ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. સચિન 577મી ઈનિંગમાં આ આંકડે પહોંચી શક્યો હતો, તો કોહલીએ તેનાથી 28 ઈનિંગ ઓછી રમી 549 ઈનિંગમાં 25,000 રન પુરા કર્યા છે. વિશ્વ ક્રિકેટમાં ત્રણે ફોર્મેટમાં સૌથી વધુ સદીમાં પણ કોહલી બીજા ક્રમે છે.