ભારતમાં ઘરઆંગણે આ સપ્તાહથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમના સુકાનીપદે ફરી રોહિત શર્માની વરણી કરાઈ છે.
આ સીરીઝમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ કરાયો છે, તો હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો ઈજાના કારણે સમાવેશ નથી કરાયો. ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને તક નથી અપાઈ, સંજુ સેમસન અને જિતેશ શર્મા વિકેટકીપર તરીકે સ્થાન પામ્યા છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રીંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.