મહારાણીના અવસાન પછી ટ્વીટર પર ભારતના ઐતિહાસિક કોહિનૂર બાબતે અને કોહિનૂર કોને અપાશે તેની ચર્ચાઓ ચાલી હતી. એક માહિતી મુજબ કોહિનૂર હીરો કિંગ ચાર્લ્સની પત્ની કવીન કોન્સોર્ટ કેમિલાને સોંપાશે અને તેઓ કિંગની તાજપોશી વખતે કોહિનૂરથી જડેલો તાજ પહેરે તેવી પુરેપુરી શકયતા છે.
કોહિનૂર માટે યુદ્ધો અને ખુનામરકી થયાં છે. છેલ્લે તે પંજાબ પર બ્રિટીશરોનો કબ્જો થયા પછી 1949માં રાજા રણજીતસિંહે તત્કાલિન મહારાણી વિકટોરિયાને સોંપ્યો હતો. આ કોહિનૂરને રાણીના શાહી તાજમાં મઢાવ્યો હતો. કોહિનૂર અંગે ભારત સિવાય બીજા 4 દેશો પણ દાવો કરે છે. જો કે શાહી પરીવાર દ્વારા આ અંગે કોઇ જ ખુલાસો કરાતો નથી.