ભારતીય દૂતાવાસે યુક્રેનની રાજધાની કીવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક શહેર છોડી દેવાની સલાહ આપી છે. દૂતાવાસે કહ્યું કે નાગરિકો ટ્રેન, બસ જે મળે તે સાધન મારફત તરત જ શહેરની બહાર નીકળી જાય. રશિયાએ યુક્રેન પર હુમલાને વધુ આક્રમક કર્યા છે અને તેના ઘણા શહેરોમાં બોમ્બમારો કર્યો છે. ખતરાને જોતા ભારતીય વાયુસેના પણ સક્રિય થઈ ગઈ છે..યુક્રેન ખાતેના ભારતીય દુતાવાસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સહિતના તમામ ભારતીય નાગરિકોને આજે તાત્કાલિક કીવ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. તેઓ ટ્રેન કે બીજા કોઇ માધ્યમ મારફત કીવ છોડી શકે છે.