- કિંગ ચાર્લ્સને તાજ પહેરાવાતાં જ લંડન સ્થિત ટાવર ઓફ લંડન, એડિનબરા, હિલ્સબરો સહિત સમગ્ર યુકેમાં 13 સ્થળોએ તથા જિબ્રાલ્ટર, બર્મુડામાં અને સમુદ્રમાં યુધ્ધ જહાજો પર તોપોમાંથી ગોળા છોડીને સલામી આપવામાં આવી હતી. તો વેસ્ટમિન્સ્ટર એબીનો ઘંટ બે મિનિટ માટે વાગાડવામાં આવ્યો હતો.
- 2,300 લોકો રાજ્યાભિષેક વિધિ માટે એબીની અંદર ઉપસ્થિત રહ્યા હતા.
- 1953માં થયેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અભિષેક પછી માત્ર બીજી વખત રાજ્યાભિષેક સમારોહનું ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યું હતું.
- રાજાશાહીના સમર્થકો કહે છે કે ઇયુમાંથી બહાર નીકળ્યા પછી ઉભી થયેલી તકલીફો અને નવી વિશ્વ વ્યવસ્થામાં બ્રિટન પોતાનું સ્થાન જાળવી રાખે તે માટે શાહી પરિવાર આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્વપૂર્ણ રાજદ્વારી ભૂમિકા ભજવે છે.
- રાજાશાહી વિરોધી જૂથ રિપબ્લિકના વિરોધીઓ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં એકઠા થયા હતા અને તેમણે આ રાજ્યાભિષેકનો વિરોધ કરવાના તેમના અધિકારનો બચાવ કર્યો હતો.
- 74 વર્ષના કિંગ ચાર્લ્સ ગયા સપ્ટેમ્બરમાં તેમની માતા મહારાણી એલિઝાબેથના મૃત્યુ પછી આપોઆપ બ્રિટન સહિત 14 દેશોના ઉત્તરાધિકારી બન્યા હતા અને આ રાજ્યાભિષેક આવશ્યક ન હતો.
- હજારો લોકોએ ઇતિહાસની આ ક્ષણોને જોવા માટે વરસતા વરસાદની અવગણના કરી શાહી નજારો જોયો હતો.
- 1066થી વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાયેલા 40મા રાજ્યાભિષેકની ઉજવણી માટે મહિનાઓનું સઘન આયોજન કરાયું હતું અને આ અઠવાડિયે અને ગયા અઠવાડિયે વોલ-ટુ-વોલ રિહર્સલ કરાયું હતું.
- મહેમાનો સિવાય એબીની બહાર કોઈને જમા થવા દેવાયા ન હતા.
- વિધિનું નેતૃત્વ આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી દ્વારા કરાયું હતું અને તેમને આર્ચબિશપ ઓફ યોર્ક સ્ટીફન કોટ્રેલ દ્વારા મદદ કરાઇ હતી.
- આ સમારોહમાં હિન્દુ, યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ અને શીખ પ્રતિનિધિઓના યોગદાન સાથે મલ્ટીફેઇથ તત્વો સાથે વિવિધતા અને સમાવેશ પર ભાર મૂકાયો હતો.
- રાજ્યાભિષેક પ્રજાસત્તાકના વિરોધીઓના નાના જૂથને દોરે છે, જે જૂથ રાજાશાહી નાબૂદ માટે ઝુંબેશ ચલાવે છે.
- મેટ્રોપોલિટન પોલીસે આ કાર્યક્રમ માટે 11,500 અધિકારીઓની ફોજ કામે લગાવી હતી. જે અત્યાર સુધીની સૌથી મોટી એક દિવસીય પોલીસ જમાવટ હતી.
- જૂન 1953માં રાણી એલિઝાબેથ II ના રાજ્યાભિષેક વખતે 8,000 મહેમાનોને વિશ્વભરમાંથી નિમંત્રણ અપાયું હતું. જેની સામે આ વખતે 2,200ને જ નિમંત્રણ અપાયું હતું.
- રાણી કેમિલાને કુલીનન હીરાથી જડેલો સેન્ટ મેરીનો તાજ પહેરાવાયો હતો. ભારત સાથેના સંબંધોને જોતાં કુખ્યાત કોહિનૂર હીરા સાથે જોડાયેલા પરંપરાગત તાજથી તેઓ દૂર રહ્યા હતા.
- કિંગ ચાર્લ્સને પવિત્ર તેલથી “અભિષેક” કરતી વખતે કાપડના પડદાની આડશ ઉભી કરાઇ હતી. તે પડદા પરના વૃક્ષ પર કોમનવેલ્થ રાષ્ટ્રોના પ્રતિનિધિત્વ તરીકે 56 પાંદડાઓ દોરાયા હતા.
- જેરૂસલેમના ચર્ચ ઓફ હોલી સેપલચરથી લવાયેલા પવિત્ર ક્રિસમ તેલને ધાર્મિક વિધિના ભાગ રૂપે રાજાના માથા, છાતી અને હાથને પ્રતીકાત્મક રીતે સ્પર્શ કરાયો હતો.
- ગૌરવપૂર્ણ સમારોહના સાક્ષી બનવા નિમંત્રીત 2,200 મહેમાનોમાં ચેરિટી અને સમુદાય જૂથોના 850 પ્રતિનિધિઓ તેમજ બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) વિજેતાઓનો સમાવેશ થયો હતો.
- દેશની ૧,૦૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ ધાર્મિક સમારંભમાં આ વિધિ કરવામાં આવી હતી.
- કિંગ ચાર્લ્સ – ૩ શાહી ચર્ચમાં તેમના ઐતિહાસિક રાજ્યાભિષક સમયે ૭૦૦ વર્ષ જૂના સિંહાસન પર બેઠાં હતા અને ૩૬૦ વર્ષ જૂનો સેન્ટ એડવર્ડ ક્રાઉન પહેરનાર સૌથી વૃદ્ધ બ્રિટિશ રાજા બન્યા હતા.
- શાહી દંપત્તીને છ સફેદ વિંડસર ગ્રે ઘોડા દ્વારા ખેંચવામાં આવતા ડાયમંડ જ્યુબલી સ્ટેટ કોચમાં બકિંગહામ પેલેસથી વિસ્ટમેન્સ્ટર એબી લઇ જવાયા હતા.
- વર્ષ ૧૦૬૬માં વિલિયમ ધ કોન્કરરના સમયથી પ્રત્યેક રાજ્યાભિષેકનો સમારંભ શાહી ચર્ચ વેસ્ટમિંસ્ટર એબીમાં થાય છે. આ 40મો સમારોહ હતો.
- દુનિયાનો સૌથી મોટો રંગવગરના કટ ડાયમંડવાળો રાજદંડ, સોનાના ઘરેણાં અને બેઝવેલ્ડ તલવારોથી લઈને ઐતિહાસિક રાજચિહ્નો રાજ્યાભિષેક સમારંભની વિશેષતા હતા.