Rishi Sunak announced wife Akshata's share after investigation

6 મેના રોજ લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાનાર કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં યુકેનો ધ્વજ વહન કરનાર ઉચ્ચ કક્ષાના રોયલ એરફોર્સ (RAF) કેડેટ સાથેના સરઘસની આગેવાની બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ કરશે. આ પ્રસંગે 74 વર્ષીય કિંગ ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલાને ઔપચારિક રીતે તાજ પહેરાવવામાં આવશે.

પેલેસે પુષ્ટિ છે કે ભારતીય મૂળના પીયર્સ સમારંભમાં ભાગ લેશે. તેઓ હિંદુ, શીખ અને મુસ્લિમ ધર્મોનું પ્રતિનિધિત્વ કરશે અને રાજા ચાર્લ્સને રોયલ રેગલીયા સોંપશે. આ પ્રસંગે એબીમાં પ્રવેશનાર પ્રથમ સરઘસમાંથી એક વિવિધ ધર્મોના પ્રતિનિધિઓનું બનેલું હશે અને થોડા સમય પછી હીઝ મેજેસ્ટીના ક્ષેત્રોના પ્રતિનિધિઓ તેને અનુસરશે. દરેક ક્ષેત્રના ધ્વજ રાષ્ટ્રીય પ્રતિનિધિઓ દ્વારા ગવર્નર્સ જનરલ અને વડા પ્રધાનોની સાથે લઈ જવામાં આવશે. વડા પ્રધાન ઋષિ સુનક અને શ્રીમતી અક્ષતા મૂર્તિની આગળ યુનાઈટેડ કિંગડમનો ધ્વજ કેડેટ વોરંટ ઓફિસર ઈલિયટ ટાયસન-લી ધારણ કરશે.

અગાઉ જાહેર કર્યા મુજબ, 84 વર્ષના લોર્ડ નરેન્દ્ર બાબુભાઈ પટેલ  હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરશે અને ચાર્લ્સને સોવરીન રીંગ સોંપશે. જ્યારે 90 વર્ષીય લોર્ડ ઈન્દ્રજીત સિંઘ શીખ ધર્મનું પ્રતિનિધિત્વ કરશે અને કોરોનેશન ગ્લોવ રજૂ કરશે, જ્યારે ઈન્ડો-ગયાનીઝ હેરિટેજના 56 વર્ષીય લોર્ડ સૈયદ કમલ મુસ્લિમ ધર્મનું પ્રતિનિધિત્વ કરશે અને આર્મીલ્સ અથવા બ્રેસલેટની જોડી રજૂ કરશે. 61 વર્ષના યહૂદી બેરોનેસ ગિલિયન મેરરોન રોયલ રોબને રાજા પાસે લઈ જશે.

પેલેસે જણાવ્યું હતું કે રાજ્યાભિષેક સેવામાં આ ઐતિહાસિક ભૂમિકાઓ સંભાળનારા લોકોને તેમની નોંધપાત્ર સેવાને કારણે રાષ્ટ્રને ઓળખવા, આભાર માનવા અને તેનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે, અને તેમાં ઓર્ડર્સ ઑફ કેવલરી, મીલીટ્રી અને વ્યાપક જાહેર જીવનના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

રેગેલિયા રજૂ કરનારાઓની પસંદગી બ્રિટિશ સરકારની સલાહ પર કરાઇ છે અને સમારંભના અધ્યક્ષ આર્કબિશપ ઓફ કેન્ટરબરીના રેવરેન્ડ જસ્ટિન વેલ્બી દ્વારા તેને નિર્દેશિત કરાશે. ત્રિનિદાદ અને ટોબેગોમાં જન્મેલા પૂર્વ ચિલ્ડ્રન ટીવી પ્રેઝન્ટર બેરોનેસ ફ્લોએલા બેન્જામિન ડવ સાથે રાજદંડને વેદીમાં લઈ જશે.

આ સમારોહમાં ડ્યુક્સ, બિશપ, પીઅર અને નિવૃત્ત સેનાપતિઓ સાથે ફ્રાન્સિસ ડાયમોક નામના ખેડૂતનો પણ સમાવેશ થશે, જે 11મી સદીની શાહી પરંપરા મુજબ રાજાના ચેમ્પિયન તરીકે કામ કરશે. કિંગ અથવા ક્વીન્સ ચેમ્પિયનનું બિરુદ મધ્ય યુગથી ડાયમોક પરિવાર દ્વારા રાખવામાં આવ્યું છે.

છેલ્લા 1953માં ચાર્લ્સની માતા રાણી એલિઝાબેથ દ્વિતીયને તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેના 70 વર્ષ પછી બ્રિટનમાં રાજ્યાભિષેક સમારોહને ભવ્ય બનાવવામાં આવશે અને સોનેરી બગી અને હજારો સૈન્ય કર્મચારીઓ સાથેના સરઘસો, ગાલા કોન્સર્ટ, સ્ટ્રીટ પાર્ટીઓ અને ધૂમ મચાવતી ઉજવણીઓ યોજાશે.

LEAVE A REPLY