બકિંગહામ પેલેસે પુષ્ટિ કરી છે કે કિંગ ચાર્લ્સ III નો રાજ્યાભિષેક તેમના રાજ્યારોહણના આઠ મહિના પછી શનિવાર, 6 મે, 2023 ના રોજ થશે. રાજાની તાજપોશી વેસ્ટમિન્સ્ટર એબી ખાતે ક્વીન કોન્સોર્ટની સાથે “ખૂબ ધાર્મિક” વિધિથી કરાશે. પરંતુ તા. 23ના રોજ વધારાની બેંક હોલીડે અપાશે નહિં.
આ સમારોહ “લાંબા સમયથી ચાલતી પરંપરાઓ અને પેજન્ટ્રીમાં મૂળ” રૂપે હશે. કિંગ ચાર્લ્સ 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે તેમની માતાના અવસાન બાદ તેમના સ્થાને આવ્યા હતા. રાજાને પવિત્ર તેલથી અભિષેક કરાશે, બિંબ, રાજદંડ અને રાજ્યાભિષેકની વીંટી અપાશે અને સેન્ટ એડવર્ડના ક્રાઉનનો ઉપયોગ કરીને કેન્ટરબરીના આર્કબિશપ દ્વારા તાજ પહેરાવવામાં આવશે. કેમિલાને પણ પવિત્ર તેલથી ક્રોસ કરાશે. કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક સ્વ. રાણી કરતા ઓછો ભવ્ય, નાનો અને ટૂંકા પાયે હાથ ધરાશે.