વિન્ડસર કાસલમાં કિંગ ચાર્લ્સ દ્વારા આપવામાં આવેલી “ડાઇન એન્ડ સ્લીપ” ડિનર પાર્ટીમાં ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના મેનેજર ગેરેથ સાઉથગેટ; લેબર નેતા સર કેર સ્ટાર્મર અને તેમના પત્ની વિક્ટોરિયા; એલેક્ઝાન્ડર મેકકોલ સ્મિથ, નવલકથાકાર; કવિ ઈમ્તિયાઝ ધારકર; તેમની પુત્રી આયેશા ધારકર, સ્ટાર વોર્સની અભિનેત્રી; કલા ઇતિહાસકાર અને ક્યુરેટર ડેમ રોઝાલિન્ડ સેવિલ; કોવેન્ટ્રીના બિશપ ક્રિસ્ટોફર કોક્સવર્થ; કેનેડિયન હાઈ કમિશનર રાલ્ફ ગુડેલ અને નોર્વેના રાજદૂત વેગર સ્ટ્રોમેન સહિત 23 મહેમાનોનો સમાવેશ કરાયો હતો.

સર સ્ટાર્મરે એકવાર તેમની કાલ્પનિક ડીનર પાર્ટીના મહેમાનોને થિએરી હેનરી, નેલ્સન મંડેલા, જેસિન્ડા આર્ડર્ન અને બરાક ઓબામાના નામ આપ્યાં હતાં.

રાજનીતિ, ધર્મ, કળા અને રાજદ્વારી વિશ્વના મહેમાનોને બોલાવવાનો રાજાનો નિર્ણય સ્વર્ગસ્થ રાણી દ્વારા સ્થાપિત પરંપરાને ચાલુ રાખે છે અને ઇસ્ટરની આસપાસ ડિનર પાર્ટીનું આયોજન થાય છે. જેમાં મહેમાનો બ્લેક ટાઇ પહેરે છે અને કિલ્લામાં એક રાત રોકાય છે.

પતિ ડેનિસની બીજા દિવસે બોર્ડ મીટિંગ હોવાથી 1979માં વડા પ્રધાન બન્યાના થોડા સમય પછી માર્ગારેટ થેચરે આમંત્રણ નકારી કાઢ્યું હતું.

LEAVE A REPLY