King Charles III and Queen Camilla (Photo by Chris Jackson/Getty Images)

મહારાજા ચાર્લ્સે 17 જુલાઈ 2024 ના રોજ સંસદમાં આપેલા ભાષણમાં નવી લેબર સરકારની 39 બિલની યોજનાઓની રૂપરેખા આપી છે. આ બિલ્સ આગામી સંસદીય સત્રમાં પસાર કરવાની લેબર સરકાર ઇચ્છા ધરાવે છે. આમાંના કેટલાક બિલનું સંસ્કરણ અગાઉની સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

સરકારનું પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મંજૂરી આપવા માટેની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે અને જમીનની ફરજિયાત ખરીદી પરના નિયમોમાં ફેરફાર કરશે. તો રેન્ટર્સ રાઇટ્સ બિલ, કહેવાતા નો-ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ મૂકશે અને સોસ્યલ રેન્ટર્સ માટે મકાન સલામતી નિયમોની શ્રેણી લંબાવશે.

ગ્રેટ બ્રિટિશ એનર્જી બિલ દ્વારા નવી સરકારી માલિકીની ઊર્જા રોકાણ અને જનરેશન કંપની, GB એનર્જી બનાવવામાં આવશે. તો નેશનલ વેલ્થ ફંડ બિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન ઈન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષમાં £7.3 બિલીયનનું રોકાણ કરવા માટે એક નવું ફંડ સ્થાપશે.

પરિવહન ક્ષેત્રનું પેસેન્જર રેલ્વે સર્વિસીસ બિલ સરકારને લગભગ તમામ પેસેન્જર રેલ સેવાઓનું નવીકરણ કરવાની મંજૂરી આપશે.  ટ્રેક અને ટ્રેનોની દેખરેખ માટે રેલ્વે બિલ દ્વારા ગ્રેટ બ્રિટિશ રેલ્વે સ્થાપિત કરાશે. હાઇ સ્પીડ રેલ બિલ નોર્થ ઇંગ્લેન્ડમાં નવી રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની સત્તાઓ લાવશે.

ક્રાઇમ અને પોલીસિંગ બિલ પોલીસને અસામાજિક વર્તણૂકનો સામનો કરવા અને દુકાનદારો પર હુમલો કરવાને ચોક્કસ ગુનો બનાવવા માટે નવી સત્તાઓ આપશે.

સરહદ સુરક્ષા, એસાયલમ અને ઇમિગ્રેશન બિલ પોલીસને યુકેમાં સ્થળાંતર કરનારાઓની દાણચોરી કરતી ગેંગનો સામનો કરવા માટે આતંકવાદ વિરોધી સત્તાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.

એમ્પલોયમેન્ટ રાઇટ બિલ ઝીરો અવર કોન્ટ્રેક્ટના શોષણ કરતા ઉપયોગ પર પ્રતિબંધ મૂકાશે. રેસ ઇક્વાલિટી બિલ વંશીય લઘુમતી કામદારો અને વિકલાંગ લોકો માટે સમાનતા અધિનિયમ હેઠળ સમાન વેતનના દાવા કરવાનો અધિકાર વિસ્તારશે અને મોટી કંપનીઓ માટે નવી વેતન રિપોર્ટિંગ આવશ્યકતાઓ લાવશે.

સરકાર જાન્યુઆરી 2009 પછી જન્મેલા કોઈપણને સિગારેટ ખરીદવા પર પ્રતિબંધ મૂકવા માંગે છે. લેબર સુનક સરાકારના પ્રથમ જાહેર કરાયેલ ટોબાકો એન્ડ વેપ્સ બિલને પાછું લાવીને ધૂમ્રપાન પર ધીમે ધીમે પ્રતિબંધ લાદશે. સરકાર ખાનગી શાળાની ફી પર વેટ મુક્તિ દૂર કરવા માટે પગલાં લાવનાર છે.

ડિજિટલ ઇન્ફોર્મેશન અને સ્માર્ટ ડેટા બિલ લોકોને વય-પ્રતિબંધિત ઉત્પાદનો ખરીદવા અને પૂર્વ-રોજગાર તપાસ જેવી બાબતો માટે ડિજિટલ ID નો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.

ઇંગ્લિશ ડિવોલ્યુશન બિલ જોઇન્ટ કાઉન્સિલ વિસ્તારોમાં ચૂંટાયેલા મેયરોને વધુ સત્તાઓ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે તો નવું બિલ હાઉસ ઓફ લોર્ડ્સમાં બેઠેલા બાકીના પેરીડેટરી પીયર્સને તબક્કાવાર દૂર કરશે.

પેન્શન સ્કીમ બિલ ખાનગી ક્ષેત્રની પેન્શન યોજનાઓ માટે નવા નિયમો અને જરૂરિયાતો રજૂ કરશે. આ ઉપરાંત સરકાર ફૂટબોલ ગવર્નન્સ બિલ અને આર્મ્ડ ફોર્સીસ કમિશનરની સ્થાપના કરવા માટેનું બિલ પણ લાવનાર છે.

LEAVE A REPLY