લંડનના મેન્શન હાઉસ ખાતે સિટી ઓફ લંડન અને સિટી ઓફ લંડન કોર્પોરેશનના લોર્ડ મેયર સમક્ષ કરાયેલા સંબોધનમાં મહારાજા ચાર્લ્સે બ્રિટનને તેના “સભ્યતા અને સહિષ્ણુતા અને અન્ય લોકો માટે કાળજી લેવાના સહિયારા મૂલ્યોના ઊંડા અનુભવના આધારે દોરાવા કહ્યું છે.
કિંગ ચાર્લ્સે રમૂજની ભાવના જાળવવાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે “આપણી જાત પર હસવાની આપણી ક્ષમતા એ આપણી મહાન રાષ્ટ્રીય લાક્ષણિકતાઓમાંની એક છે. બ્રિટને “પોતાની જાત પર બૂમો પાડતા અથવા દોષિત સમાજમાં ફેરવવાની લાલચ”નો પ્રતિકાર કરવો જોઈએ. દેશનું શ્રેષ્ઠ લક્ષણ “સૌથી ઉપર, એક વાસ્તવિક એકતા છે જે આપણને સારા અને ખરાબ સમયમાં જોશે”.
રાજા ચાર્લ્સે ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો સંકેત આપી “ઘરઆંગણે અને વિદેશમાં સમજણ” માટે હાકલ કરતાં કહ્યું હતું કે આ “આંતરરાષ્ટ્રીય ઉથલપાથલ અને હ્રદયદ્રાવક જીવનના નુકસાનના સમય કરતાં વધુ મહત્વપૂર્ણ ક્યારેય નહોતું. બ્રિટનમાં પ્રતિનિધિત્વ કરતા મુખ્ય ધર્મોના નેતાઓ માટે બકિંગહામ પેલેસના દરવાજા ખોલી તેમને આદર અને ખરેખર પ્રેમ સાથે આવકારવા એ મારા સાર્વભૌમ તરીકેના પ્રથમ કાર્યોમાંનું એક હતું.”
તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્ષમતાઓની આસપાસના ભયનો પણ સંકેત આપ્યો હતો.