70 વર્ષ કરતા વધુ સમય સાશન કરનાર મહારાણીના નિધન બાદ કિંગ ચાર્લ્સનો મહારાજા તરીકે રાજ્યાભિષેક થઇ રહ્યો છે ત્યારે સૌના મનમાં સ્વાભાવિક રીતે થાય કે કિંગ ચાર્લ્સ કેવા પ્રકારના રાજા બનશે? શું તેઓ વહિવટમાં દખલ કરનાર રાજા હશે કે આધુનિક સાર્વભૌમ જે મૂળભૂત સમજને બદલી નાખે છે તેવા રાજા હશે?
ચાર્લ્સ માટે વરવી વાસ્તવિકતાએ છે કે તેમને આખુ જીવન આ ક્ષણની રાહ જોવી પડી હતી. તેના કારણે કિંગ ચાર્લ્સની સમસ્યા એ છે કે લોકો તેમને સારી રીતે ઓળખે છે, તેમના વિચારો, મંતવ્યો, રુચિઓ, નિષ્ફળતાઓ વિશે દાયકાઓથી જાણે છે, તેમના અંગત જીવનના સોપ ઓપેરાથી પરિચિત છે. તેને પગલે આપણે તેમના વિશે અભિપ્રાયો (જજમેન્ટલ) રચ્યા છે.
પણ કિંગ ચાર્લ્સ નિઃશંકપણે, રાજાશાહી પર પોતાની આગવી મહોર લગાવવા માંગશે. તેઓ માને છે કે બધુ વધુ સુવ્યવસ્થિત હોવું જોઈએ. ચાર્લ્સની દ્રષ્ટિએ પ્રિન્સેસ બીટ્રાઇસની પસંદ કે યુજેનીના જાહેર ખર્ચ બાબતે કોઇ અભિપ્રાય નથી.
કિંગ્સ કોલેજ લંડનના બંધારણીય કાયદાના પ્રોફેસર રોબર્ટ બ્લેકબર્ન કહે છે કે, “કિંગે તેમના ખાનગી મંતવ્યોને તેમની જાહેર ફરજોને આધીન રાખવાની જરૂર પડશે. તેમણે પોતાના અંગત મંતવ્યો દબાવીને માત્ર સંપૂર્ણ વિવેકબુદ્ધિથી જ તેને વ્યક્ત કરવો જોઈએ, જેથી જનતા તેમની પોતાની વ્યક્તિગત અને સાચી લાગણીઓથી અજાણ રહે.’’
ચાર્લ્સના કેટલાક વિવેચકોના મતે, કિંગ તેમના મંતવ્યોને રજૂ કરવામાં સક્ષમ નથી. અને હવે જો તે કરી શકે તો પણ, તેમને ઘણું મોડું થઈ ગયું છે, કારણ કે આર્કિટેક્ચર, ખેતી, પર્યાવરણ, દવા, શિક્ષણ અને માનવ અધિકારો સહિતના વિષયો પરના તેમના મંતવ્યો પહેલેથી જ જાણીતા છે.
2018માં ટીવી ઇન્ટરવ્યુમાં તેમણે વચન આપ્યું હતું કે તેઓ “દખલ કરનાર” રાજા નહીં બને. હું સંપૂર્ણપણે સમજું છું કે તે કેવી રીતે કાર્ય કરવું જોઈએ. ચાર્લ્સના સલાહકારોની દલીલ છે કે તેઓ બંધારણ વિશે ખૂબ જ વાકેફ છે, અને તેમની ભૂમિકાની જરૂરિયાતો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. તેઓ બંધારણ અને રાષ્ટ્રીય જીવનમાં રાજાશાહીની ભૂમિકા વિષે આદર અને ઊંડી સમજ ધરાવે છે. તેઓ એવું કંઈ પણ કરશે નહીં જેનાથી ઈમારતને ખતરો પહોંચે.”
2014 માં કેનેડાના પ્રવાસ વખતે ચાર્લ્સે નાઝીઓની ચુંગાલમાથી ભાગેલી યહૂદી મહિલાને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન “હિટલરની જેમ જ કરી રહ્યા છે” ત્યારે ભારે રાજદ્વારી હોબાળો મચ્યો હતો. પુતિને કહ્યું હતું કે નિવેદન અસ્વીકાર્ય છે અને “રાજાઓ જે કરે છે તે નથી”. તે વખતે યુગોવના મતદાનમાં 51 ટકા બ્રિટિશરે તે ટિપ્પણીને યોગ્ય કહી હતી ને માત્ર 36 ટકા લોકોએ તેને નામંજૂર કરી હતી.
રોયલ બાયોગ્રાફર હ્યુગો વિકર્સ માને છે કે ચાર્લ્સ રાજા તરીકે એક અલગ વ્યક્તિ તરીકે ઉભરી આવશે. તેઓ મનોરંજક રાજા હોઈ શકે છે. તેઓ સમજે છે કે તેઓ જે બાબતો પર અવાજ ઉઠાવવાનું પસંદ કરે છે તેના પર તેઓ બોલી શકશે નહીં. તેઓ બહુ સંસ્કારી માણસ છે.
આ બધાથી ઉપર, ચાર્લ્સ જાણે છે કે તેમના શાસનમાં એ હકીકતને પ્રતિબિંબિત કરવી પડશે કે આજનું બ્રિટન 1952ના બ્રિટનથી ધરમૂળથી અલગ દેશ છે. સાંસ્કૃતિક ઓળખ અને ધાર્મિક વિશ્વાસમાં આવા મૂળભૂત ફેરફારોને જોતાં, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માને છે કે રાજાશાહી અને ધર્મ વિશેની જૂની ધારણાઓ હવે નિઃશંક રહી શકે છે. તેઓ ઊંડી અને નિષ્ઠાવાન ખ્રિસ્તી માન્યતા ધરાવે છે, અને તેઓ વિદેશમાં હોય ત્યારે પણ દર અઠવાડિયે ચર્ચમાં જાય છે. તેમણે પોતાનું જીવન હિંદુ અને બૌદ્ધ ધર્મ અને ખાસ કરીને ઇસ્લામ જેવા અન્ય ધર્મોની શોધમાં વિતાવ્યું છે, જેનાથી તે એક વિશેષ બંધન અનુભવે છે. ભૂતકાળમાં એવા દાવાઓ પણ થયા છે કે ચાર્લ્સ મલ્ટીફેઇથ સેરેમની કરવા માંગે છે, જો કે તાજેતરના વર્ષોમાં તેને ઓછું કરવામાં આવ્યું છે.