યુકેના નવા રાજા તરીકે કિંગ ચાર્લ્સ-3ની અધિકૃત વરણી કરવામાં આવી છે. શનિવારે લંડનમાં સેન્ટ જેમ્સ પેલેસની એક્સેસન કાઉન્સિલમાં આયોજિત એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3 ને યુકેના નવા રાજા જાહેર કરવામાં આવ્યા. આ વેળાએ ક્વીન કોન્સર્ટ કેમિલા, પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ અને વડાંપ્રધાન લિઝ ટ્રસ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચાર્લ્સ-3 ની વરણી પછી ત્યાં હાજર લોકોએ નવા કિંગનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમનું ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. દેશની રાજાશાહીમાં આ પરિવર્તન પછી દેશમાં અને અનેક દેશોમાં ઘણા પરિવર્તનો આવશે. યુકેના નવા કિંગ ચાર્લ્સને હવે વોટર કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર પડશે નહીં. પ્રિવી કાઉન્સિલએ ઔપચારિક રીતે કિંગ ચાર્લ્સને નવા રાજા જાહેર કર્યા હતા. આ ઔપચારિકતા અગાઉ કિંગ ચાર્લ્સ-3 અને વડાપ્રધાન લિઝ ટ્રસ વચ્ચે મુલાકાત પણ થઈ હતી.