યુકેના નવા રાજા ચાર્લ્સ તૃતીય પાસપોર્ટ વગર ટ્રાવેલ કરશે અને લાઇસન્સ વગર ડ્રાઇવ કરશે. તેઓ વર્ષમાં બે વખત જન્મદિનની ઉજવણી કરવાની પરંપરા પણ ચાલુ રાખી શકે છે. ઇંગ્લેન્ડના તમામ મ્યુટ સ્વાન તેમના વિશેષાધિકાર સાથેની સંપત્તિ બનશે.
બ્રિટનના નવા રાજા અંગેની અસાધારણ હકીકતોની અહીં યાદી છે.
લાઇસન્સ કે પાસપોર્ટ નહીં
કિંગ ચાર્લ્સ તૃતીય પાસપોર્ટ વગર વિદેશમાં પ્રવાસ કરશે. રાજવી પરિવારના બીજા સભ્યોથી વિરુદ્ધ કિંગ ચાર્લ્સ તૃતીયને પાસપોર્ટની જરૂર નથી, કારણ કે પાસપોર્ટ તેમના નામે જારી થાય છે. આ જ કારણોસર રાજા બ્રિટનમાં માત્ર એક જ એવા વ્યક્તિ છે કે જેઓ લાઇસન્સ વગર ડ્રાઇવ કરી શકે છે.
બે જન્મદિન
ચાર્લ્સના માતા ક્વીન એલિઝાબેથ-2ના બે જન્મદિન હતા. તેમની ખરી જન્મતારીખ 21 એપ્રિલ હતી, જે ખાનગીમાં ઉજવવામાં આવે છે તથા સત્તાવાર જાહેર ઉજવણી જૂનના બીજા મંગળવારે થાય છે, કારણ કે ત્યારે સમર વેધર આઉટડોર પરેડ માટે વધુ સારું હોય છે.
ચાર્લ્સનો જન્મદિન શિયાળાના પ્રારંભમાં એટલે કે 14 નવેમ્બરે છે. તેથી સારુ હવામાન હોય તેવા મહિનામાં તેમનો સત્તાવાર જન્મદિન ઉજવવામાં આવે તેવી શક્યતા છે. જાહેર ઉજવણી ટ્રુપિંગ ધ કલર તરીકે ઓળખાય છે અને તેનો ઇતિહાસ 250 વર્ષ જૂનો છે. તેમાં 1,400થી વધુ સૈનિકો, 200 ઘોડા અને 400 મ્યુઝિશિયન સામેલ થાય છે. રોયલ એર ફોર્સના વિમાનોના ઉડ્ડયન સાથે સેરેમની પૂરી થાય છે. રોયલ ફેમિલીના સભ્યો સેન્ટ્રલ લંડનમાં બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી આ ઉજવણી નિહાળે છે.
નો વોટિંગ
બ્રિટનના રાજા મતદાન કરતાં નથી અને ચૂંટણીમાં ઊભા રહી શકતા નથી. રાષ્ટ્રના વડા તરીકે તેમણે રાજકીય બાબતોમાં સંપૂર્ણપણે નિષ્પક્ષ રહેવું પડે છે. તેઓ સંસદના સત્રોના પ્રારંભ, સંસદના કાયદાની મંજૂરી અને વડાપ્રધાન સાથે વીકલી મીટિંગમાં સામેલ થાય છે.
સ્વાન, ડોલ્ફીન અને સ્ટર્જન
બ્રિટનના રાજા માત્ર જનતા પર જ રાજ કરતાં નથી. 12મી સદીથી સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ઓપન વોટરમાં અનમાર્કડ મ્યુટ સ્વાન આપોઆપ રાજાની સંપત્તિ બને છે. થેમ્સ નદીના વિસ્તારમાં રાજવી હક લાગુ પડે છે. અહીં સ્વાનની પરંપરા તરીકે ગણતરી થાય છે. હવે પરંપરા સંરક્ષણનું પગલું બન્યું છે. બ્રિટિશ વોટરમાં સ્ટર્જન, ડોલ્ફીન્સ અને વ્હેલ પર રાજવી વિશેષાધિકાર હોય છે.
રાજકવિ
દર 10 વર્ષે બ્રિટન રાજકવિની નિમણુક કરે છે, જેઓ રાજા માટે કવિતાઓ લખે છે. આ માનદ હોદ્દામાં બટ ઓફ શેરી (આશરે 720 બોટલ)નો સમાવેશ થાય છે. આ પરંપરા છેક 17મી સદીથી ચાલી આવે છે. કેરોન એન ડફી પ્રથમ મહિલા રાજકવિ નોમિનેટ થયા હતા. તેમની નિમણુક 2009માં થઈ હતી. તેમણે 2011માં પ્રિન્સ વિલિયમ્સના લગ્ન, 2013માં ક્વીન એલિઝાબેઝ દ્વિતીયના રાજ્યાભિષેકના 60 વર્ષની ઉજવણી અને 2018માં પ્રિન્સ હેરીના લગ્ન માટે કવિતાઓ લખી હતી.
રોયલ વોરંટ
રાજાને નિયમિત માલસામાન અને સેવાઓ પૂરી પાડનારને જારી કરાય છે. આ વોરંટ મહાન સન્માન ગણાય છે અને વેચાણને વેગ આપે છે. આ વોરંટ મળ્યું હોય તેવી કંપનીઓ તેમના પ્રોડક્ટ્સ પર રોયલ આર્મ્સનો સત્તાવાર ઉપયોગ કરી શકે છે. રોયલ વોરંટ સાથેની કંપનીઓમાં બરબેરી, કેડબરી, જગુઆર કાર્સ, લેન્ડ રોવર, સેમસંગ અને વેઇટ્રોસ સુપરમાર્કેટ્સનો સમાવેશ થાય છે.