કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકના કાઉન્ટડાઉન શરૂ થવાની સાથે રાજ્યાભિષેક વખતે પ્રિન્સ હેરીની સત્તાવાર ભૂમિકાને રોકવા માટે સદીઓ જૂની પરંપરાને ઉથલાવી દેવાઇ છે. કિંગ ચાર્લ્સે શાહી ડ્યુક્સને ઘૂંટણિયે પડીને રાજાને નમન કરવામાંથી મુક્તિ આપી છે અને માત્ર વિલિયમ જ તે ભૂમિકા નિભાવશે. આ નિર્ણય ઐતિહાસિક સર્વિસને ટૂંકી કરવાની મહામહિમની ઇચ્છાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જો પ્રિન્સ હેરી પિતાના રાજ્યાભિષેકમાં હાજરી આપશે તો પણ તેમની કોઈ સત્તાવાર ભૂમિકા રહેશે નહીં.
રાજ્યાભિષેક શનિવાર, 6 મેના રોજ વેસ્ટમિંસ્ટર એબી ખાતે યોજાશે અને મહારાજાને સેન્ટ એડવર્ડનો તાજ પહેરાવવામાં આવશે. હેરીને પિતાના રાજ્યાભિષેક સમારોહ માટે લખી વાળવામાં આવ્યા છે. આ રાજ્યાભિષેક તેમની સ્વર્ગસ્થ માતા કરતાં ટૂંકો હશે અને મહેમાનોની સૂચિ 1953માં હાજરી આપનારા લોકોની સંખ્યા 8,000 હતી જે હવે માત્ર 2,000 કરાય તેવી અપેક્ષા છે. તેમાં તમામ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓ હાજર રહેશે.