A UK anti-monarchy group called for India to lead the Commonwealth
King Charles 3

આવતા વર્ષે તા. 6 મે, શનિવારના રોજ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાનારા કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેકની ઉજવણી માટે સોમવાર, તા. 8 મે 2023ના રોજ વધારાની બેંક હોલીડે મંજૂર કરાઇ છે. આ ઉપરાંત સોમવાર, 1 મેના રોજ રાબેતા મુજબની બેંક હોલીડે પણ લોકોને માણવા મળશે.

વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે ‘’વધારાની બેંક હોલીડે લોકોને એકસાથે આવીને ઉજવણી કરવાની તક આપશે અને આપણા દેશ માટે એક અનોખી ક્ષણને ચિહ્નિત કરશે. કીંગ ચાર્લ્સ III ના સન્માનમાં દેશભરમાં સ્થાનિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈને ઉજવણી કરવા એકસાથે આવે તે જોવા માટે હું આતુર છું.”

અત્રે ઉલ્લેખનીય છે કે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકની ઉજવણી પ્રસંગે વધારાની બેન્ક હોલીડે આપવા સાંસદોએ માંગ કરી હતી. બેન્ક હોલીડે માટે 8 મે એટલા માટે નક્કી કરાઇ છે કેમ કે ઇંગ્લેન્ડમાં સ્થાનિક ચૂંટણીઓ ગુરુવાર, 4 મેના રોજ અને શુક્રવાર, તા. 5 મેના રોજ મત ગણતરી થશે.

ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને પણ સ્કોટલેન્ડમાં બેંક હોલીડેને મંજૂરી આપી હતી.

કિંગ ચાર્લ્સ III 73 વર્ષની ઉંમરે સિંહાસન સંભાળનાર સૌથી વૃદ્ધ રાજા તરીકે ઇતિહાસ રચશે. કિંગ ચાર્લ્સ IIIનો રાજ્યાભિષેક સમારોહ એલિઝાબેથ II કરતા ટૂંકો, વધુ વૈવિધ્યસભર અને અતિથિઓની સંખ્યા ઓછી હશે.

LEAVE A REPLY