રવિવારે વિન્ડસરમાં સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે પરંપરાગત રીતે યોજાનારી શાહી ઈસ્ટર સેવામાં કિંગ ચાર્લ્સ III અને ક્વીન કેમિલા, શાહી પરિવારના અન્ય સભ્યો સાથે પ્રથમ વખત કેન્સર નિદાન પછી હાજરી આપનાર છે એમ બકિંગહામ પેલેસે મંગળવારે જણાવ્યું હતું.
ગયા મહિને કેન્સરના નિદાન બાદ રાજાએ જાહેર ફરજોમાં હાજર રહેવાનું ટાળ્યું હતું. ધીમે ધીમે તેઓ વધુ સક્રિય શેડ્યૂલ પર પાછા ફરવાનો ઇરાદો રાખે છે અને તેના સંકેત તરીકે કિંગ ચાર્લ્સે સમગ્ર યુકેના સમુદાયના ધાર્મિક નેતાઓ સાથે લંડનના પેલેસમાં ભાગ લીધો હતો. જો કે કેટ મિડલટન કેન્સરને લગતી પ્રિવેન્ટેટીવ કીમોથેરાપી કરાવતા હોવાથી તેઓ, પ્રિન્સ વિલિયમ અને તેમનો પરિવાર આ સર્વિસમાં જોડાશે નહીં. આ વર્ષે તેઓ ઈસ્ટર રજાઓ ખાનગી રીતે વિતાવી રહ્યો છે.
પેલેસે જણાવ્યું હતું કે “ફેબ્રુઆરી 2024માં, વિન્ડસર લીડરશિપ ટ્રસ્ટ ફોર ધ ફેઇથ લીડર્સ ફોરમ દ્વારા મુસ્લિમ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મના 18 પ્રભાવશાળી નેતાઓને સેન્ટ જ્યોર્જ હાઉસ, વિન્ડસર કેસલમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તેમના અનુભવોને ખુલ્લેઆમ શેર કરવાની તક મળી હતી. બે દિવસીય ફોરમનું ફોલો-અપ સત્ર આ વર્ષના અંતમાં યોજાશે.