અમેરિકાના કેલિફોર્નિયામાં આ સપ્તાહના પ્રારંભમાં અપહરણનો શિકાર બનેલા ભારતીય મૂળના શીખ પરિવારના તમામ ચાર સભ્યોના મૃતદેહો એક વાડીમાંથી મળી આવ્યા છે. મૃતકોમાં 8 મહિનાની બાળકી પણ સામેલ છે, એમ સત્તાવાળાએ બુધવારે જણાવ્યું હતું. આ પરિવારનું મર્સિડ કાઉન્ટીથી અપહરણ કરાયું હતું અને તેમની શોધખોળ ચાલુ કરાઈ હતી.
આ શીખ પરિવાર મૂળમાં પંજાબના હોશિયારપુરના હરસી પિંડનો હતો. પરિવારનું મર્સિડ કાઉન્ટીમાંથી સોમવારે તેમના નવા ટ્રકિંગ બિઝનેસ ખાતેથી અપહરણ કર્યું હતું.મર્સિડ કાઉન્ટીના શેરિફ વર્ન વાર્નકેએ જણાવ્યું હતું કે 36 વર્ષના જસદીપ સિંઘ, 27 વર્ષના જસલિન કૌર, આઠ વર્ષના બાળક આરુહી ઘેરી, બાળકના કાકા 39 વર્ષના અમનદીપ સિંહના મૃતદેહો ઇન્ડિયાના રોડ એન્ડ હચિસન રોડ નજીકની એક વાડીમાંથી બુધવારની સાંજે મળી આવ્યા હતા. અમારી સૌથી ખરાબ આશંકાને પુષ્ટી મળી છે.
વોર્નકેએ જણાવ્યું હતું કે ઓર્ચાડ નજીકના એક ખેડૂતને આ મૃતદેહો નજરમાં આવ્યા હતા અને તાકીદે સત્તાવાળાને જાણ કરી હતી. આ તમામ મૃતદેહો એકબીજીની ઘણા જ નજીક પડેલા હતા.બુધવારની સાંજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નકેએ જણાવ્યું હતું કે મારામાં જે રોષ છે તેનું વર્ણન કરવા માટે કોઇ શબ્દો નથી. આવા આરોપીનું સ્થાન નર્કમાં છે. તેમણે આ કેસના આરોપી મેન્યુઅલ સાલગાડો માટે આ શબ્દો વાપર્યા હતા. આ શકમંદે આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. વોર્નકેએ જણાવ્યું હતું કે તે ભયંકર, ભયંકર દર્દનાક છે.
પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ટ્રકિંગ કંપનીમાંથી કંઇ ચોરાયું નથી, પરંતુ તમામ તમામ સગા સંબંધીઓએ જ્વેલરી પહેરેલી હતી.આ પરિવારના અપહરણ બાદ વાર્નકેએ જણાવ્યું હતું કે આ પરિવારના એક સભ્યના એટીએમ કાર્ડનો મર્સિડથી ઉત્તરમાં આશરે 14 કિમી દૂર આવેલા એટવોટરમાં ઉપયોગ થયો હતો. અપહરણકર્તાએ કોઇ ખંડણી માગી ન હતી.
શેરીફની ઓફિસે જણાવ્યું હતું કે સાલગાડોના પરિવારે જ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો. સાલગાડોએ તેના પરિવાર સમક્ષ આ શીખ પરિવારના અપહરણમાં તે સંડોવાયેલો હોવાનું કબુલ કર્યું હતું.
અગાઉ મર્સિડ કાઉન્ટીના શેરીફની ઓફિસે પરિવારનું અપહરણ થયું તે સમયનો એક નવો વીડિયો જારી કર્યો હતો. જેમાં જસદીપ અને અમનદીપ સિંહના હાથ બાંધેલા જોવા મળે છે. તેમને હથિયારોનો ડર બતાવીને ટ્રકમાં બેસાડવામાં આવી રહ્યા છે. આ પછી બદમાશો ટ્રક લઈને રવાના થઈ જાય છે. ત્યારબાદ તે બંદૂકધારી બાળકને લઈને જસલીનનું પણ અપહરણ કરી લે છે.
શકમંદ સાલગાડો 48 વર્ષનો છે.તેને મંગળવારે બપોરે કસ્ટડીમાં લેવાયો હતો. તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતો. કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિ પર 2005માં પણ બંદૂકના દમ પર લૂંટ કરવી અને બીજા લોકોને ફસાવવાનો આરોપ દાખલ છે. આ કેસમાં પોલીસનું માનવું છે કે, તે એકલો નહોતો તેની સાથે બીજા લોકો પણ હતા. પોલીસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો
આ ઘટના ખૂબ જ જઘન્ય અને ભય ફેલાવનારી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો તેને સર્વેલાન્સ વીડિયોમાં જોયો હતો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, આરોપી વ્યક્તિ પરિવારને બળજબરી પૂર્વક ટ્રકમાં ધકેલી રહ્યો છે. 8 મહિનાનું બાળક અને તેની માતા જસલીન કૌર, પિતા જસદીપ સિંહ અને કાકા અમનદીપ સિંહ સોમવારથી ગુમ હતા. આ પછી તેમના પરિવારજનોએ વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરી હતી અને પોલીસ તેને
શોધી રહી હતી. પરંતુ પરિવારના તમામ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા.
આ જઘન્ય હત્યાકાંડના કારણે સનસનાટી ફેલાઈ ગઈ હતી અને ભારતીય મૂળના લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. અપહરણ કરાયેલા ભારતીયોની કાર સોમવાર રાતે બળી ગયેલી સ્થિતિમાં મળી આવી હતી.