પ્રતિક તસવીર

કોઇ પણ ઉશ્કેરણી વગર જાન્યુઆરી 2021માં બર્મિંગહામની સિટી હોસ્પિટલમાં ભારતીય મૂળના વૃદ્ધ મહિલા દર્દી વિદ્યા કૌર પર હુમલો કરી, વારંવાર મુક્કા મારી તેમનું માથું ફ્લોર પર પછાડી હત્યા કરનાર 56 વર્ષીય ફિલોમેના વિલ્સન (બ્રેન્ડા)ને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. તે પૂર્વે બ્રેન્ડાએ હત્યા માટે દોષીત હોવાનું કબૂલ્યું હતું.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે 83 વર્ષીય વૃદ્ધ મહિલાની ખોપડીમાં ફ્રેક્ચર થયું હતું અને થોડા અઠવાડિયા પછી તેણીની ઇજાઓથી તેનું મૃત્યુ થયું હતું. બ્રેન્ડાને સાત વર્ષની જેલ પૂરી થયા બાદ વિસ્તૃત લાયસન્સની જોગવાઈઓ અથવા દેખરેખ હેઠળ વધુ પાંચ વર્ષ ગાળવાના રહેશે.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ હોમિસાઈડ ટીમના ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર મિશેલ થર્ગુડે જણાવ્યું હતું કે “આવા ભયંકર સંજોગોમાં તેમના પ્રિયજનને ગુમાવ્યા પછી અમારા વિચારો વૃદ્ધ મહિલાના પરિવાર સાથે રહે છે. તેમને ન્યાય માટે ઘણા મહિનાઓ રાહ જોવી પડી હતી.’’

નર્સો અને અન્ય દર્દી કૌરની મદદ માટે આવતા તેમને પણ નાની ઈજાઓ થઈ હતી.

LEAVE A REPLY