યુવા ફિલ્મ દર્શકોમાં લોકપ્રિય બનેલી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે કિયારા પોતે સિદ્ધાર્થને ગાઢ અને એક સારો મિત્ર ગણાવે છે. આ બંનેએ ફિલ્મ શેરશાહમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં પણ તેઓ લવ બર્ડ્ઝની ભૂમિકામાં છે.
ફિલ્મ શેરશાહ શહીદ સૈનિક કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. કહેવાય છે કે, આ ફિલ્મ બહુ જ સરસ રીતે બની છે. કિયારા અને સિદ્ધાર્થની પ્રેમ કહાની વાસ્તવિકતાનો રંગ લાવે છે. એક ચર્ચા એવી પણ છે કે, આ બંને રિયલ લાઇફમાં પણ પ્રેમમાં હોવાથી ફિલ્મમાં સારી રીતે અભિનય કરી શક્યું છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા અંગત સંબંધ વિશે ફિલ્મના દિગ્દર્શકે કંઇ ખાસ જણાવ્યું નથી. તેણે તો એમ પણ કહ્યું હતું કે, તેમના અંગત જીવનના સંબંધોનું ફિલ્મમાં કોઇ મહત્વ નથી, આવા કલાકારો સુંદર અભિનય પણ કરતા હોય છે જ.