બલકીત સિંહ ખૈરા નામના એક ફાર્મસીસ્ટે વર્ષ 2016 અને 2017 દરમિયાન £1 મિલિયનની વ્યસન કરતી હજારો પેક પ્રિસ્ક્રિપ્શનની દવાઓ બ્લેક માર્કેટમાં મોટા નફા માટે સપ્લાય કરી હોવાનો આરોપ લગાવાયો છે. જેનાથી ‘એનએચએસને શરમ ભવવી પડી રહી છે.
વેસ્ટ બ્રોમીચમાં ખૈરા ફાર્મસી ખાતે કોઈ પ્રિસ્ક્રિપ્શન વિના મોટી માત્રામાં પ્રિસ્ક્રિપ્શન વગરની દવા વેચાય છે તેવા આક્ષેપો પર MHRAએ ધ્યાન આપી તપાસ કરી હતી. MHRAએ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ સાથે તપાસ કરતાં જણાયું હતું કે ફાર્મસીના રેકોર્ડમાં ડાયઝાપામ, નાઈટ્રાઝેપામ, ટ્રામોડોલ, ઝોલપીડેમ અને ઝોપિકલોનનાં “સેંકડો હજારો ડોઝ” જથ્થાબંધ વેપારીઓ પાસેથી ખરીદવામાં આવ્યા હોવાનું જણાયું હતું. બલકીત સિંહ ખૈરાએ ડ્રગ ડીલરોને પીડા શામક, અસ્વસ્થતા અને અનિદ્રા માટેની આશરે £59,000ની દવાઓ વેચી હતી.
37 વર્ષીય બલકીતસિંહ ખૈરાએ પોતાના ગુનાને કવર કરવા તેની માતાના વેસ્ટ બ્રોમીચની હાઇ સ્ટ્રીટ પર આવેલી ખૈરા ફાર્મસીનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેણે ઢોંગ કર્યો હતો કે બધુ તેની માતાએ કર્યું છે અને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. જો કે તેની માતા કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ નહોતી.
સેન્ટ્સ ડ્રાઇવ, સટન કોલ્ડફિલ્ડ ખાતે રહેતા ખૈરાએ અગાઉ ક્લાસ સી કંટ્રોલ્ડ ડ્રગ સપ્લાય કરવાના પાંચ આરોપો માટે દોષિત ઠેરવ્યો હતો અને મંગળવારે બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં 12 મહિનાની જેલની સજા કરવામાં આવી હતી.