સરકારના કૃષિ કાયદા સામે દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને હરિયાણાની ખાપ પંચાયલ ટેકો જાહેર કરીને બુધવારે ધમકી આપી છે કે ત્રણ ડિસેમ્બરે થનારી વાટાઘાટોમાં કોઈ સમાધાન નહીં થાય તો તે દિલ્હીમાં દુધ, ફળ અને શાકભાજીની સપ્લાય જ બંધ કરી દેશે.
ખાપ પંચાયતોએ પણ દિલ્હી તરફ કૂચ કરવાનું આહવાન આપ્યું હતું. .ખેડૂત નેતાઓ ઘરે ઘરે જઈને લોકોને દિલ્હી જવા માટે અપીલ કરી રહ્યા છે. બીજી તરફ નોઇડા અને દિલ્હી જવાના રસ્તાઓ પર ખેડૂતોએ કરેલા પ્રદર્શનના પગલે નોએડા-ગ્રેટર નોએડા એક્સપ્રેસ વે જામ કરી દેવામાં આવ્યો હતો. તેના પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.