In Ontario, Canada, Khalistanis tore down Gandhiji's statue
પ્રતિક તસવીર

વિશ્વના મહત્ત્વના દેશોમાં હવે ખાલિસ્તાન સમર્થકો ભારત વિરોધી વલણ અપનાવીને તોડફોડ કરી રહ્યા છે. કેનેડાના ઓન્ટારિયામાં ખાલિસ્તાન સમર્થકોએ ગાંધીજીની પ્રતિમા તોડી છે, અને તેના પર ખાલિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો. આ ઉપરાંત ગાંધીજીના પ્રતિમા પર ખાલિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. અગાઉ પણ ઓન્ટારિયોમાં આ પ્રકારની ઘટના બની હતી.

હેમિલ્ટન ટાઉનમાં સિટી હોલમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાનું કૃત્ય ખાલિસ્તાન સમર્થકોએ કર્યું હતું. ગાંધીજીની આ પ્રતિમા છ ફૂટ ઊંચી છે અને અહીં 2012માં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મીડિયા રીપોર્ટ મુજબ ગાંધીજીની આ પ્રતિમાને ભારત સરકાર દ્વારા ભેટ અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરીએ કેનેડાના બ્રેમ્પટનમાં ગૌરીશંકર મંદિર પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો અને મંદિરની દિવાલ પર ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદના સૂત્રો લખ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત સરકારે કેનેડાના મિસિસાગામાં રામ મંદિર પર હિન્દુ અને ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના બાદ ભારત સરકારે નારાજગી વ્યક્ત કરી હતી.

જુલાઈ 2022માં પણ આ પ્રકારની એક ઘટના બની હતી, ત્યારે રિમમંડ હિલમાં વિષ્ણુ મંદિરમાં સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત કરવામાં આવી હતી. આ ઘટનામાં પણ ખાલિસ્તાન સમર્થકોનો હાથ હતો.

LEAVE A REPLY