ગયા વર્ષે ગયા વર્ષે 15 ઓગસ્ટની રાત્રે વેસ્ટ લંડનના સાઉથોલમાં ભારતીય સ્વતંત્રતા દિવસ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય મૂળના આશિષ શર્મા અને નાનક સિંઘ અને એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ (PC) જસ્ટિન નિકોલ ફેરેલને ચાકુ મારી ઇજા પહોંચાવા બાબતે ખાલિસ્તાન તરફી શીખ કાર્યકર્તા ગુરપ્રીત સિંઘને આઇલવર્થ ક્રાઉન કોર્ટમાં 28 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં ભારતીય સ્વતંત્રતા દિવસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેટલાક ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ અને પોલીસ અધિકારીઓ શંકાસ્પદોનો પીછો કરતા અને અથડામણ દર્શાવાયા હતા.
ભારતીય નાગરિક ગુરપ્રીત સિંઘને 12 જાન્યુઆરીના રોજ દોષિત ઠેરવવામાં આવેલા ચાર ગુનાઓના સંદર્ભમાં દોષિત અરજી દાખલ કર્યા પછી 28 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.” તે ધાર્મિક કિરપાણ વહન કરી રહ્યો હતો જેનો તેણે હુમલો કરવા ઉપયોગ કર્યો હતો. સિંઘને તેની સજાના અંતે ભારતમાં દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.
સદનસીબે, ઈજાગ્રસ્તોમાંથી કોઈને પણ ગંભીર ઈજા કે કોઈ જાનહાનિ થઈ ન હતી. પીસી જસ્ટિન ફેરેલ સિંઘની અટકાયતમાં સામેલ હતા અને તેમના હાથ પર એક નાનો કાપો પડ્યો હતો.