Khalistan supporter Amritpal Singh arrested from Punjab
PTI

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પંજાબના મોગામાં પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. આ કટ્ટરપંથી 18 માર્ચથી ભાગતો ફરતો હતા. તેને આસામના ડિબ્રુગઢની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો છે.

પંજાબ પોલીસે લોકોને શાંતિ જાળવવા અને નકલી સમાચાર ન ફેલાવવા અનુરોધ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે “અમૃતપાલ સિંહની પંજાબના મોગામાં ધરપકડ કરાઇ છે. પંજાબ પોલીસ દ્વારા વધુ વિગતો શેર કરવામાં આવશે. નાગરિકોને શાંતિ અને સંવાદિતા જાળવવા વિનંતી છે. કોઈપણ નકલી સમાચાર શેર કરશો નહીં.

પોલીસે જણાવ્યું કે 29 વર્ષીય કટ્ટરપંથીએ મોગા જિલ્લાના રોડે ગામના ગુરુદ્વારામાં આત્મસમર્પણ કર્યું હતું. અમને વિશેષ માહિતી મળી હતી કે અમૃતપાલ સિંહ રોડે ગામમાં હાજર હતો, તેને ઘેરી લેવામાં આવ્યો હતો અને બચવાની કોઈ તક નહોતી. અમૃતપાલ સિંહને આસામના ડિબ્રુગઢમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના આઠ સહાયકોને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ પહેલેથી જ રાખવામાં આવ્યા છે.

અમૃતપાલ સિંહને સરકારે ખાલિસ્તાની-પાકિસ્તાન એજન્ટ ગણાવે છે. તે ખાલિસ્તાની અલગતાવાદી અને આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેના અનુયાયી હોવાનો દાવો કરે છે અને તેના સમર્થકોમાં “ભિંડરાનવાલે 2.0” તરીકે ઓળખાય છે.અમૃતપાલ સિંહ એક દિવસ પહેલા જ મોગા પહોંચ્યો હતો. તેને રવિવારે અહીં એક મોટી સભા કરી હતી. લોકોને ભાષણ આપ્યું અને ખૂબ જ નાટકીય રીતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેને પોલીસની મોટી નિષ્ફળતા કહી શકાય કે કોઈપણ પુરાવા મળ્યા નહીં અને તેને પકડવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

અમૃતપાલની પત્નીને ત્રણ દિવસ પહેલા લંડન જતી અટકાવવામાં આવી હતી. તેને અમૃતસર એરપોર્ટ પરથી કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. આને લઈને પંજાબમાં રાજકારણ ગરમાયું હતું. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભાગેડુ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને હેરાન કરવા અને અપમાનિત કરવા બદલ આમ આદમી પાર્ટી (AAP) સરકારની ટીકા કરી હતી.

LEAVE A REPLY