(istockphoto.com)

કેનેડાના સરેમાં ખાલિસ્તાની સમર્થકોએ શનિવારની રાત્રે લક્ષ્મી નારાયણ મંદિરની દિવાલો અને દરવાજા પર ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાવ્યાં હતાં.તેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. બ્રિટિશ કોલંબિયાના સૌથી જૂના મંદિરોમાં આ મંદિરનો સમાવેશ થાય છે. કેનેડામાં આ વર્ષે મંદિરમાં તોડફોડની આ ચોથી ઘટના છે.

પોસ્ટરોમાં માગણી કરાઈ હતી કે 18 જૂનના રોજ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુના કેસમાં કેનેડા હવે ભારતની “ભૂમિકા”ની તપાસ કરે. સુરક્ષા કેમેરા દ્વારા કેપ્ચર કરાયેલા વિડિયોમાં બે માસ્ક પહેરેલા માણસો મંદિરના દરવાજા અને દિવાલો પર પોસ્ટર ચોંટાડતા દેખાય છે.

ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) ના કેનેડિયન શાખાનું નેતૃત્વ કરનાર આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને આ વર્ષે જૂનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો. 

આ વર્ષે એપ્રિલમાં ઑન્ટેરિયોમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં કેનેડાના મિસિસોગામાં રામ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને જાન્યુઆરીમાં બ્રેમ્પટનમાં એક મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યાં હતા. ભારતે કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની વધતી જતી ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. 

LEAVE A REPLY