પ્રસ્તુત તસવીરમાં ડાબેથી જયેશભાઈ પટેલ, કેતન પટેલ, પ્રદીપભાઈ વારા અને સોનલ શાહ નજરે પડે છે

સાઉથ લંડનની કિંગસ્ટન ગુજરાતી સ્કૂલના વોલંટીયર્સ અને સર્વોદય (સનાતન) જલારામ મંદિરના સભ્યો સર્વશ્રી કેતનભાઇ પટેલ (ધર્મજ – નડિયાદ), જયેશભાઈ પટેલ (બોરિયાવી) , સોનલબેન શાહ અને પ્રદીપભાઈ વારાએ તાજેતરમાં જ અલ્ઝાઈમર્સ સોસાયટીના લાભાર્થે “નેપાળ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક”માં ભાગ લઇને કુલ £6,300નું માતબર ભંડોળ એકત્ર કર્યું હતું.

ન્યુ મૉલડનના વેસ્ટ બાર્ન્સ લેન ખાતે શોપ ધરાવતા વોલંટીયર્સ કેતનભાઇ શાહે જણાવ્યું હતું કે ‘’આપણે સૌ અલ્ઝાઈમર અને ડીમેન્શીયાની બીમારીનો સામનો કરી રહ્યા છીએ. આ અંગે જાગૃતિ લાવવા અને ડિમેન્શિયાથી પ્રભાવિત લોકો માટે આવશ્યક સંસાધનો અને સંભાળ પૂરી પાડતી અલ્ઝાઈમર સોસાયટીને ટેકો આપવા માટે અમે ચાર વોલંટીયર્સે ગત મે માસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીના ટ્રેકિંગનું આયોજન કર્યું હતું. અમે સૈએ £1,000 એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ ગીફ્ટ એઇડ મળીને કુલ £6300 એકત્ર કરવામાં સફળ રહ્યા છીએ. અમને પ્રોત્સાહિત કરનાર અને મદદ કરનાર સૌનો અમે આભાર માનીએ છીએ. આપ અમને નીચેની લિંક પર ક્લીક કરી દાન આપી શકો છો.’’

https://justgiving.com/team/everestbase

 

LEAVE A REPLY