પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. ગુજરાતના અગ્રણીઓને આ સન્માન આપવામાં આવ્યો છે, જેમાંથી ત્રણને તે મરણોત્તર અપાશે. કુલ સાત મહાનુભાવોને પદ્મ વિભૂષણ, 10ને પદ્મ ભૂષણ તથા 102ને પદ્મ શ્રી સન્માન એનાયત કરવાની જાહેરાત કરાઈ છે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને (મરણોત્તર) પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ગુજરાતી ફિલ્મોના કલાકારો મહેશ અને નરેશ કનોડીયાને મરણોત્તર તથા દાદુદાન ગઢવી અને ચંદ્રકાન્ત મહેતાને પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરાશે. અન્ય મહત્ત્વના સન્માનિતોમાં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિંઝો આબે, ગુજરાતી સાહિત્યના દિગ્ગજ, સ્વ. ફાધર વાલેસ, ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ (મરણોત્તર), સુદર્શન સાહૂ, પૂરાતત્વવિદ્ બીબી લાલને પદ્મ વિભૂષણથી સમ્માનિત કરાશે.