22 killed as tourist boat capsizes in Kerala
REUTERS/Stringer

કેરળના મલપ્પુરમ્ જિલ્લામાં રવિવાર, 7 મેની સાંજે એક બીચ નજીક ડબલ ડેકર બોટ પલટી ખાઈને ડૂબી જતાં સાત બાળકો સહિત ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના જિલ્લાના તનુર વિસ્તારમાં તુવલથીરામ બીચ નજીક સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. બોટના માલિક સામે સદોષ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. કેરળ સરકારે અકસ્માતની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો અને પીડિત પરિવારોને ₹10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ બોટમાં લગભગ 40 જેટલાં પર્યટકો સવાર હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ, બચાવકર્મીઓ અને સ્વયંસેવકોએ બચાવ અભિયાન ચાલુ કર્યું હતું. આ દુર્ઘટના કયા કારણોસર બની એ હજુ સુધી જાણવા મળ્યુ નથી. પ્રેસિડન્ટ દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ મૃતકના પરિવારજનોને રૂ.2 લાખની સહાયની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY