ધોધમાર વરસાદને પગલે ઓછામાં ઓછા લોકોના મોત થયા છે અને પાંચ લોકો લાપત્તા બન્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ અને રાહતની કામગીરી માટે રાજ્યની રાજધાનીના પેગોડે લશ્કરી કેમ્પમાંથી કોટ્ટાયમ જિલ્લામાં આર્મી અધિકારીઓને એક ટીમ મોકલવામાં આવી હતી. આ જિલ્લાના કૂટીકાલ સાથે ભૂસ્ખલન થયું હતું.
ભારે વરસાદ અને ભૂસ્ખલને કારણે 12 લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાંથી છ લોકોના મોત થયા હતા, જ્યારે ચાર લોકો લાપત્તા બન્યાં હતા. ઇડુક્કી જિલ્લામાં થોડુપુઝા નજીક ધસમસતા પ્રવાહમાં એક કારમાં બે વ્યક્તિઓ તણાઇ ગયા હતા. થોડા કલાકો બાદ મૃત દેહો મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભારે વરસાદને પગલે સત્તાવાળાઓએ છ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યો હતો, જ્યારે બીજા છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વધુ બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયો હતો. આમ કેરળના તમામ 14 જિલ્લામાં ભારે વરસાદની ધારણા છે. રાજ્યમાં શુક્રવારની રાત્રે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેનાથી અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા અને વાહન વ્યવહારને અસર થઈ હતી.
ભારતના હવામાન વિભાગે રવિવારે પણ વધુ વરસાદની ચેતવણી આપી હતી. રાજ્યના મુખ્યપ્રધાન પી વિજયને એડવાઝરી જારી કરીને લોકોને અત્યંત સાવધ રહેવાની સલાહ આપી હતી. તેમણે લોકોને અનુરોધ કર્યો હતો કે કોઇપણ સંજોગોમાં સમયયાંતરે જારી કરવામાં આવતી વોર્નિંગની અવગણના ન કરવી જોઇએ.
વિજયને જણાવ્યું હતું કે 24 કલાક માટે એલર્ટ આપવામાં આવ્યો છે. જળાશયની નજીક રહેતા લોકોએ વધુ સાવધ રહેવું જોઇએ અને પાણીમાં જવાનું સાહસ ન કરવું જોઇએ. વરસાદ વરસી રહ્યો છે તેવા પર્વતીયાળ વિસતારમાં મુસાફરી ટાળવી જોઇએ. ભૂસ્ખલનું જોખમ છે તેવા વિસ્તારોમાં જવાનું સાહસ ન કરવું જોઇએ.
રાજ્યના પ્રધાનોને પોલીસ, ફાયર ફોર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની વિવિધ ટીમ્સ વચ્ચે સંકલન કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યના ટોચના અધિકારીઓ સાથેની બેઠક બાદ વિજયને જમાવ્યું હતું કે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને ગભરાટની જરૂર નથી. રાહત કેમ્પો ખોલવામાં આવ્યા છે અને કેમ્પમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાહત કેમ્પમાં લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઇએ. ભારે વરસાદ પડ્યો છે તેવા ટુરિસ્ટ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે. બોટિંગ સર્વિસ પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.